હોળીનો વર્તારો, અંબાલાલ પટેલે કહ્યું આગામી વર્ષ કડકા-ભડાકા વાળું રહેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : હોળીના વર્તારાને આધારે વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવતી હોય છે. આ અંગે અંબાલાલ પટેલ પ્રતિ વર્ષ ગુજરાતની પ્રખ્યાત પાલેજની હોળીના વર્તારાને આધારે વર્ષની આગાહી કરતા હોય છે. આજે પણ તેઓએ હોળીના આધારે વર્ષનો વર્તારો જણાવ્યો હતો. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતનું આગામી વર્ષ તોફાની રહેશે. ગુજરાતમાં વરસાદ જેટલો જોઇએ તેટલો જ પડશે પરંતુ તે તોફાની વરસાદ હોવાના કારણે ખેડુતોને નુકસાની વેઠવાનો વારો આવશે.

રાજકીય વિરોધોનો પણ સામનો કરવો પડશે
આ ઉપરાંત રાજનીતિ અંગે પણ તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે, વાયવ્ય તરફ તોફાની જ્વાળાઓ થવાના કારણે રાજકીય રીતે પણ આગામી વર્ષ ઉથલપાથલ યુક્ત રહેશે. રાજકારણમાં મોટા ફેરફારો નહી પરંતુ સામાન્ય તણખા જરવા જેવી બાબતો આવે. સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ખેડૂતો માટે વર્ષ સામાન્ય રહેવાની આગાહી પણ તેમણે કરી હતી. તેમણે જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત તોફાની રહેશે. આગામી ચોમાસામાં વરસાદ ખુબ જ તોફાની રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. ચોમાસામાં અનેક વાવાઝોડા પણ આવી શકે છે.

મિશ્ર વાતાવરણના કારણે રોગચાળાને કારણે લોકો પરેશાન થશે
આ ઉપરાંત હવામાન અંગે તેમણે કહ્યું કે, આ માર્ચમાં પણ વાતાવરણ ખુબ જ મિશ્ર રહેશે જેના કારણે રોગચાળો ફાટી નિકળશે. મિશ્ર વાતાવરણના કારણે સ્થિતિ વિપરિત બનશે. કોરોના જતો રહ્યો પરંતુ મિશ્ર રોગોના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે. મિશ્ર વાતાવરણના કારણે લોકોમા શરદી, ઉધરસ અને તાવની સમસ્યામાં ઉતરોત્તર વધારો થશે. લોકો શરદી તાવ જેવા સામાન્ય રોગોથી જ ત્રાહિમામ પોકારી ઉઠે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT