અસામાજિક તત્વો એટલા બેફામ કે ધારાસભ્યને પોતે બંદૂક લઇને નીકળવું પડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ઉઠાવી બંદૂક. ખેડૂતોને ધમકાવતા અસામાજિક તત્વો ખેડૂતોને પરેશાન કરતા હોવાથી આખરે ધારાસભ્ય બે જોટાળી બંધુક લઇને નિકળ્યા હતા. મોડી રાત્રે ખેડૂતોને અસામાજિક તત્વો ધમકાવતા હતા અને બારણાં પર લાતો મારી ધમકાવતા હતા. આવા અસામાજિક તત્વોથી પરેશાન ખેડૂતોએ ધારાસભ્યને ફરિયાદ કરી હતી. ધારાસભ્યને ફરિયાદ મળતા તેઓ પોતે જ બંધુક લઇને નિકળ્યાં હતા. ધારાસભ્યએ પોલીસની મદદ પણ માંગી હતી. જો કે પોલીસે કોઇ સહકાર આપ્યો નહોતો. ખેડૂતોને ધમકાવતા આવા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવા માટે પણ પોલીસને અપીલ કરી હતી.

ધારાસભ્યએ પોતે બંધુક લઇને નિકળવું પડ્યું
વિસાવદર તાલુકાના ભૂતડી (રામગઢ) ગામની સીમમાં છેલ્લા વિસેક દિવસથી અસામાજિક તત્વોની છ લોકો ગેંગ બનાવી રાત્રીના સમયે અલગ અલગ ખેડૂતોની વાડીએ જઇને ખેડૂતો તેમજ ખેત મજદૂરો વાડીના મકાનમાં સુતા હોઈ ત્યારે મકાનના બારણાને લાતો મારીને ધમકાવે છે. જેના કારણે સમગ્ર સીમ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો ફફડી રહ્યા છે.

પોલીસે કાર્યવાહી નહી કરતા સરપંચે ધારાસભ્યને જાણ કરી
ગામના સરપંચ તેમજ ખેડૂતો દ્વાર મને જાણ કરવામાં આવી હતી કે, રાત્રે ૧૦ વાગ્યે ખેડૂતોનો મને ફોન આવ્યો કે અત્યારે આ છ લોકો વાડીએ આવીને વાડીના મકાનમાં અમને પૂરીને બહારથી દરવાજો બંધ કરીને ધમકીઓ આપે છે. આ વાત સાંભળતા જ આ ગુંડાઓની સાન ઠેકાણે લાવવા હું રાત્રે 10.30 કલાકે ચાલુ વરસાદે ભૂતડી ગામે બનાવની જગ્યાએ પહોંચ્યો હતો. વિસાવદર પોલીસ સ્ટેશને PI ને ફોન કરી પોલીસ બોલાવી રજુવાત કરી હતી. આ તત્વોને તાત્કાલિ વોચ ગોઠવીને પકડીને જેલ ભેગા કરવા માટે પણ અપીલ કરી હતી. જો કે હવે પોલીસ શું કરે છે તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT