ટાટ પાસ ઉમેદવારોની વય મર્યાદા પૂરી થવા જઈ રહી છે હવે તો ભરતી કરો સરકાર !શિક્ષણમંત્રીને કેટલી રજૂઆત કરીએ ?
દુર્ગેશ મહેતા, ગાંધીનગરઃ વિદ્યાર્થીઓ,સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો સરકારને અનેકો રજૂઆતો કરે, આંદોલનો કરે બાદમાં સરકાર બાંહેધરી આપે અને સમય વિત્યા પછી સરકાર ભૂલી પણ જાય. આવુ…
ADVERTISEMENT
દુર્ગેશ મહેતા, ગાંધીનગરઃ વિદ્યાર્થીઓ,સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો સરકારને અનેકો રજૂઆતો કરે, આંદોલનો કરે બાદમાં સરકાર બાંહેધરી આપે અને સમય વિત્યા પછી સરકાર ભૂલી પણ જાય. આવુ જ કંઈક થયુ છે. ટાટ પાસ ઉમેદવારો સાથે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ટાટ પાસે ઉમેદવારોએ શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી પડેલી 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવા ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. ભરતી પ્રક્રિયા ઝડપી થાય અને શિક્ષણ વિભાગ ઝડપી નોટિફિકેશન જાહેર કરે તે માટે તમામ વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી હતી. ધોરણ 9થી 12માં ખાલી પડેલી 7 હજાર શિક્ષકોની જગ્યા પર ભરતી કરવામાં આવે એવી ઉમેદવારો માગ કરી રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી ઉમેદવારો રજૂઆત કરી રહ્યાં છે છતાંય પણ હજુ સુધી ભરતી કરવામાં નથી આવી. છેલ્લા વર્ષ 2018માં ભરતી કરવામાં આવી હતી. ત્યાર પછી તો ભરતીના નિયમોમાં પણ સુધારા થયા છતાંય ઉમેદવારોને તો ધરમ ધક્કા હજુ ચાલુ જ છે.
પૂર્વ શિક્ષણમંત્રીનો વાયદો પોકળ ?
પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટાટા અને એચટાટનું પ્રમાણપત્ર એક વર્ષ લંબાવવાની જાહેરાત કરી હતી પરંતુ તેમ છતાં પણ ઉમેદવારોને વારંવાર રજૂઆત કરવાની ફરજ પડી રહી છે. પ્રમાણપત્રની અવધિ લંબાવવામાં આવે તો નવી ભરતી પ્રક્રિયા શરુ થઈ શકે છે. એટલે ઉમેદવારોએ ફરીએકવાર પ્રમાણપત્રની અવધિ લંબાવવા રજૂઆત કરી છે. પણ પૂર્વ શિક્ષણમંત્રીએ શું કહ્યું હતું,
ADVERTISEMENT
શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) ના પ્રમાણપત્રની મુદત જે 5 વર્ષ હતી; તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનના પરિપત્ર થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 માં સૂચવ્યા મુજબ TAT અને HMAT ના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી માન્ય રાખવા મંજૂરી આપવામાં આવે છે.
— Jitu Vaghani (@jitu_vaghani) March 4, 2022
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં યુવતીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ, સારવાર દરમિયાન થયું મોત
ADVERTISEMENT
બે વર્ષથી રજૂઆત કરીને ગળુ ઘસે છે ઉમેદવારો
ધોરણ 9થી 12ની ટાટ ભરતી માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં ઉમેદવાર નિલેશ ડાભીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સરકારને ટાટ પાસ ઉમેદવારોની ભરતી માટે રજૂઆત કરવામાં આવે છે. જ્યારે માર્ચ 2022માં ટાટ વેલિડિટીનો ઠરાવ કરવામાં આવ્યો હતો પણ આજ દિવસ સુધી એ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો નથી. આજે એક મહિનોને વીસ દિવસ થઈ ગયા છતાંય શિક્ષણમંત્રી પાસે આ ઠરાવ પડ્યો છે. શિક્ષણમંત્રી ઠરાવ પર સહી કરતા નથી જેના પરિણામે આ ભરતી અટકી પડી છે. તો ઉમેદવારોની માત્ર એટલી જ માગ છે કે આ ઠરાવ વહેલી તકે પ્રસિદ્ધ કરવામાં આવે. બીજુ આદર્શ નિવાસી શાળાનો ઠરાવ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો નથી. તો એના પર પણ સરકાર ધ્યાન આપે તેવી માગ કરવામાં આવી છે.
ઉમેદવારોની વય મર્યાદા પૂરી થઈ ગઈ
આ ઉપરાંત નિલેશ ડાભીએ જણાવ્યુ હતું કે, સરકારી ઉચ્ચત્તર અને માધ્યમિક શાળામાં 756 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3498, સરકારી માધ્યમિક શાળામાં 730, ગ્રાન્ટેડ માધ્યમિક શાળામા 2547 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોની માંગણી છે કે, ખાલી પડેલી જગ્યાાં ટેટની જેમ ભરતી કરવામાં આવી તે રીતે ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે. કારણ કે ભરતી ન થવાના કારણે કેટલાંય ટાટ ઉમેદવારોની વય મર્યાદા પણ પુર્ણ થવા જઇ રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT