તકલીફ તો થવાની: TET-2માં પરીક્ષા આપતા મોબાઈલ સાથે પકડાઈ ગયા તો થશે આ કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાત પરીક્ષા બોર્ડે હમણાં જ TET-1ની પરીક્ષાનું સફળ સંચાલન કર્યું, હવે TET-2ને પણ સફળતાથી પૂર્ણ કરવાની તંત્રની તૈયારીઓ છે. હાલમાં ચાલી રહેલા પેપર લીકથી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત પરીક્ષા બોર્ડે હમણાં જ TET-1ની પરીક્ષાનું સફળ સંચાલન કર્યું, હવે TET-2ને પણ સફળતાથી પૂર્ણ કરવાની તંત્રની તૈયારીઓ છે. હાલમાં ચાલી રહેલા પેપર લીકથી લઈને ડમી કાંડ સહિતના માહોલ વચ્ચે શિક્ષક યોગ્યતા કસોટી TET-2માં કોપી કેસ, ગેરરીતિ જેવી ઘટનાઓ ન બને અને તંત્રને બાદમાં જવાબો આપવા બેસવા કરતાં હાલ પુરતી તૈયારી રાખવામાં આવી રહી છે.
લાલ રંગની શાહિથી લખશે- ‘ગેરરીતિ’
આવતી 23 એપ્રિલે યોજાવાની છે TET-2ની પરીક્ષા, જેના માટે બોર્ડ કડક પગલા પણ લેવાની તૈયારીમાં છે. TET-2ની પરીક્ષામાં તો અહીં સુધી કે પરીક્ષાર્થી પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે પકડાય છે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. એટલું જ નહીં ગેરરીતિને લગતું કોઈ સાહિત્ય કે સાધન મળી આવશે તો પણ ગેરરીતિનો કેસ કરવાની સૂચના અપાઈ છે. અરે એટલું જ નહીં પણ જો ગેરરીતિમાં કોઈ પકડાય છે તો તેની ઓએમઆર સીટની સૌથી ઉપર મથાળા પર લાલ રંગની શાહીથી ગેરરીતિ એવવું લખવામાં આવશે. તે પરીક્ષાર્થીનું તમામ સાહિત્ય અલગથી સીલ કરવામાં આવશે. હા ઉમેદવારને સંપૂર્ણ સમય પ્રશ્નપત્રમાં જવાબ લખવા દેવાશે પણ ગેરરીતિમાં પકડાયેલાનો સમય પહેલાના પ્રશ્નોની નોંધ કરી લેવાશે.
અમદાવાદ એરપોર્ટમાં ટર્મીનલ 1 પર કરાયો છે આ મોટો ફેરફારઃ આ ડોમેસ્ટિક ફ્લાઈટ છે તો
2.76લાખ પરીક્ષાર્થીઓ આપશે TET-2
પ્રાપ્ત વિગતો અનુસાર આવનારી 23મી એપ્રિલે TET-2ની પરીક્ષા લેવાવાની છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષામાં અંદાજે 2.76 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે તંત્રએ ખાસ એસઓપી તૈયાર કરી લીધી છે. જે પ્રમાણે ઉમેદવારને પરીક્ષાખંડમાં કોઈ પ્રકારનું સાહિત્ય, બ્લુટુથ ડિવાઈસ, મોબાઈલ, કેલ્ક્યૂલેટર, સ્માર્ટ વોચ, પુસ્તક, કાગળ, ઈયરફોન, ડિઝિટલ કેમેરા સહિતના ઈલેક્ટ્રીક ઉપકર્ણો પર પ્રતિબંધ છે. પરીક્ષાર્થી ઓળખ માટે અલગથી માત્ર ફોટો આઈડીકાર્ડ જ લઈ જઈ શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT