અમદાવાદમાં RTOના ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાયા, AMCએ મદદ ન કરતા કર્મચારીઓએ જાતે પાણી કાઢવું પડ્યું
અમદાવાદ: શહેરમાં તાજેતરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વચ્ચે અમદાવાદ RTOમાં આવેલા ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક પણ પાણીમાં ડૂબી…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં તાજેતરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વચ્ચે અમદાવાદ RTOમાં આવેલા ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદી પાણી ટેસ્ટિંગ ટ્રેકમાં ભરાઈ જતા RTOના અધિકારીઓએ મ્યુનિ. કોર્પોરેશનની મદદ માગી હતી. જોકે તેમને વિચિત્ર જવાબ મળ્યો હતો.
AMCની મદદ ન મળી
RTOના ટેસ્ટિંગ ટ્રેકમાં વરસાદી પાણીના નિકાલ માટે મદદ માગવા પર મ્યુનિ. કોર્પોરેશન તરફથી RTOને મદદ મળી નહોતી. જેના કારણે આખરે RTOના કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી અને કર્મચારીઓએ ડોલ લઈને ટ્રેકમાંથી પાણી ઉલેચ્યું હતું. વરસાદગી પાણીના નિકાલ માટે ટ્રેકમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી અવારનવાર અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે.
અરજદારોને ધક્કો થયો
ટેસ્ટિંગ ટ્રેકમાં આ રીતે આખો દિવસ પાણી કાઢવાની કામગીરી ચાલી હતી. જેના કારણે ટેસ્ટિંગ ટ્રેક બંધ હોવાથી વ્હીકલ ટેસ્ટ આપવા માટે RTOમાં આવેલા અરજદારોને પણ ધક્કો ખાઈને પાછા જવું પડ્યું હતું. અંદાજે 250થી 300 જેટલા અરજદારોને ટેસ્ટિંગ ટ્રેક બંધ હોવાના કારણે ધક્કો થતા પાછા જવું પડ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT