વ્યાજખોરોનો આતંક: ચાર યુવકોને છરીથી લોહીલુહાણ કરી દેતા ચકચાર
ભરૂચ: પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કડક હાથે કામ કરી રહી છે. હજી પણ વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા લોકો…
ADVERTISEMENT
ભરૂચ: પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કડક હાથે કામ કરી રહી છે. હજી પણ વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા લોકો આત્મહત્યા કરી લેતા અથવા ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી રહેવાના અનેક કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા રહે છે.
પ્રજાસત્તાક પર્વ પ્રસંગે માત્ર 5500 રૂપિયા માટે છરીથી હુમલો
જો કે ભરૂચમાં વ્યાજખોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પ્રજાસત્તાક પર્વની રાત્રે પાંચ હજાર પાંચસો રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોર યુવકો પર છરીથી હુમલો કર્યો હતો. ગત્ત રોજ પણ એક યુવાને ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બંન્ને ફરિયાદીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં વ્યાજખોરો હજી પણ બેખોફ લાગી રહ્યા છે
ભરૂચમાં વ્યાજખોરો હજી પણ બેફામ છે. પાંચ હજાર પાંચસોની ઉઘરાણી માટે વ્યાજખોરો 4 યુવક પર હુમલો કર્યો હતો. અન્નુ દિવાન નામના વ્યાજખોરે 4 યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
અગાઉ પણ વ્યાજખોર યુવકે ફિનાઇલ પીને આપઘાત કરી લીધો
ભરૂચમાં ગત્ત રોજ વ્યાજખોરોથી ત્રસ્ત યુવકે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. યુવકને તત્કાલ સારવાર મળી જતા જીવ બચી ગયો હતો. આ મુદ્દે પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી છે.
ADVERTISEMENT