ઢસામાં ભયંકર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા આવતા માતા-પુત્રનું સ્થળ પર જ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોટાદ: રાજ્યમાં અકસ્માતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. બોટાદના ઢસા ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના મોત થયા છે.બંને મૃતકો ઢસા ગામના હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન હવે મૃત્યુની ઘટનામાંપણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. ઢસા ગામે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા હતો. આ અકસ્માતમાં માતા અને પુત્રના મોત થાય છે. પ્રાથમિક વિગતો મુજબ ફુલ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો.

માતા અને પુત્ર એક્ટિવા લઈને લૌકિકના કામે જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ની જાણ થતાં 108ની ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બંને મૃતકો ઢસા જંકશન ગામના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મમલે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT