વર્ષો પછી પરિવાર સાથે મિલનઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત 184 ગુજરાતી માછીમારોની વતનવાપસી
કૌશલ જોશી.વેરાવળઃ સ્નેહીજન પાકિસ્તાનની જેલમાં બંધ હોય, વર્ષો થયા હોય અને પરિવાર જ્યારે તેમના દર્શનની પણ આશાઓ ગુમાવી ચુક્યો હોય ત્યાં જ્યારે તેઓ છૂટકારો મેળવી…
ADVERTISEMENT
કૌશલ જોશી.વેરાવળઃ સ્નેહીજન પાકિસ્તાનની જેલમાં બંધ હોય, વર્ષો થયા હોય અને પરિવાર જ્યારે તેમના દર્શનની પણ આશાઓ ગુમાવી ચુક્યો હોય ત્યાં જ્યારે તેઓ છૂટકારો મેળવી ફરી વતન જોઈ શકે, પરિવાર તેમને ભેટી શકે, દીકરી પોતાના પિતાને, પિતા પોતાના સંતાનને અને માતા પોતાના દિકરાને જોઈ જે હર્ષના આંસુઓ સારે તે આજે રૂબરુ જોવાના થયા છે. આવું જ કાંઈક વેરાવળમાં બન્યું છે જ્યારે વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા માછીમારો પરત પોતાના વતનમાં પરિવારને ભેગા થયા હતા. ગુજરાત સરકારના સતત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના દ્વારા 198 ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતા. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના 152 માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં.
હું શરિયતનો શિકાર… ક્રિકેટર શમીની પત્ની હસીને SCને કરી તલાક પર હિંદુઓ જેવા કાયદાની માગ
સર્જાયા લાગણીસભર દ્રશ્યો
મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી અને પરસોત્તમ સોલંકીએ મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી ખાતે માછીમારોને હારતોરા કરી આવકાર્યા હતા અને તેમના હાલચાલ પૂછ્યા હતાં. માછીમારોની વતનવાપસીથી પરિવારના હૈયામાં આનંદનો પાર નહોતો રહ્યો અને પરિવાર જનોને ભેટીને આંખમાંથી આંસુ સારતા માછીમાર પરિવારોના લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ તમામ માછીમારોની વાઘા બોર્ડર પર ભારતને સોંપણી કરવામાં આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો વડોદરાથી બસ મારફતે વેરાવળ પરત પહોંચ્યા હતા. ગુજરાતના 184 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 152 માછીમારો ઉપરાંત પોરબંદરના 5, દેવભૂમિ દ્વારકાના 22, જુનાગઢ, જામનગર, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT