તથ્ય પટેલના વકીલે કોર્ટને કહ્યુંઃ ‘પોલીસની પણ સરખી જ બેદરકારી’
Ahmedabad: તથ્ય પટેલના અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં રેગ્યુલર જામીન અરજીની ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વકીલ નિસાર વૈદ્ય દ્વારા કોર્ટ…
ADVERTISEMENT
Ahmedabad: તથ્ય પટેલના અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં રેગ્યુલર જામીન અરજીની ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વકીલ નિસાર વૈદ્ય દ્વારા કોર્ટ સામે કેટલીક દલિલો કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર તથ્યના જામીન પર ચુકાદો હાલ અનામત રખાયો છે. ગ્રામ્ય કોર્ટમાં તથ્યના વકીલ, સરકારી વકીલ અને પીડિત પરિવારના વકીલની દલીલો પુરી થઈ છે. હવે 24 ઓગસ્ટના રોજ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.
પોલીસે ઉતાવળમાં ચાર્જશીટ ફાઈલ કરીઃ તથ્યના વકીલ
સુનાવણી દરમિયાન તથ્ય પટેલના વકીલે નામદાર કોર્ટમાં આરોપીના જામીનની રજૂઆત કરી હતી. તેમણે આ દરમિયાન પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસે ઉતાવળમાં તપાસ કરીને ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. તેમણે એવું પણ કહ્યું કે, પોલીસે વીડિયોના આધારે તપાસ કરી તેનું ફોરેન્સીક તપાસનું સર્ટિફિકેટ આપ્યું નથી. પ્લેનના અકસ્માતમાં બ્લેક બોક્સથી વિગતો મળે પણ ગાડીમાં આવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય. અગાઉ અહીં થાર કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. પોલીસ હાજર હતી પણ પોલીસે અકસ્માતની જગ્યા પર બેરિકેડ લગાવ્યા જ ન્હોતા. આમાં જેટલી બેદરકારી તથ્યની છે, એટલી જ બેદરકારી પોલીસની પણ રહી છે. તેઓ કહે છે કે તથ્યનો હેતુ કોઈને મારવાનો ન્હોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડતી નથી.
કચ્છમાં Amulની છાશ, દૂધ અને દહીંનું સેવન કર્યા બાદ 450થી વધુને ફૂડ પોઈઝનિંગ? તપાસના આદેશ અપાયા
શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકાર આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો હતો. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. તથ્યના આ રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે તથ્યના ફર્ધર રિમાન્ડની માગણી કરી ન્હોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે.
તથ્ય સામે કેવા કેવા પુરાવાઓ પોલીસને મળ્યા?
હાલમાં જ તથ્ય પટેલની સ્પીડ 141.27 એફએસએલમાં સામે આવી હોવાની વિગતો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મીડિયા સમક્ષ મુકાઈ હતી ત્યાં યુકેથી જેગુઆર કંપનીના આવેલા રિપોર્ટમાં કાર 138ની સ્પીડમાં લોકો સાથે ટકરાઈ અને 108ની સ્પીડ પર લોક થઈ ગયાનું સામે આવ્યું હતું. જેમાં તથ્યએ કારની બ્રેક લગાવી ન્હોતી તેવો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. બેજવાબદાર ડ્રાઈવીંગ માટે પંકાયેલા તથ્યના ડીએનએ રિપોર્ટ પણ કરાવાયા હતા. તથ્યના ડીએનએ રિપોર્ટ પોલીસે કેમ કરાવ્યા હતા તેને લઈને કદાચ આપને સવાલ જરૂર હશે. પરંતુ ડીએનએ રિપોર્ટ સાથે પોલીસે એક મોટો પુરાવો પણ મેળવ્યો છે. તથ્યની જેગુઆરની ડ્રાઈવીંગ સીટ પરથી મળી આવેલા વાળ સાથે તથ્યનો ડીએનએ રિપોર્ટ મેચ થયો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 17 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. વીડિયો પુરાવા ઉપરાંત કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ડીએનએ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT