રીઢા બાપનો રીઢો દિકરો: સ્પીડ મુદ્દે પોલીસ અધિકારીઓને પણ ગોળ-ગોળ ફેરવે છે

ADVERTISEMENT

Tathya patel case
Tathya patel case
social share
google news

અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજન પર થોડા દિવસ અગાઉ તથ્ય પટેલે સર્જેલા વિનાશક અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ કરી રહી છે. તથ્ય પટેલને પોલીસ દ્વારા હાજર કરાયો હતો. જ્યાં કોર્ટ દ્વારા સોમવાર સાંજ સુધીના તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા તમામ હતભાગીઓને સહાયની જાહેરાત કરવામાં આવી છે.પોલીસ અને સરકાર બાપ-પુત્રને કાયદાનો સકંજામાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

જો કે પોલીસ તપાસમાં તથ્ય સાથ આપી નહી રહ્યો હોવાનું ટ્રાફીક ડીસીપીએ જણાવ્યું હતું. ટ્રાફીક ડીસીપી નીતે દેસાઇએ જણાવ્યું કે, પુછપરછ દરમિયાન તથ્ય સ્પિડ અંગે કોઇ ચોક્કસ આંકડો નથી આપી રહ્યો. સ્પિડ અંગે તે પોતાના સ્ટેટમેન્ટ સતત બદલતો રહે છે. સિંધુ ભવન રોડ પર થારના અકસ્માત મામલે અલગથી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ પર ગાડીના અકસ્માત મામલે પણ ચાલકના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

નીતા અનુસાર 2 દિવસના રિમાન્ડમાં ઇફેક્ટિવ પુરાવા મળી રહ્યા છે. તથ્ય સહિત કેટલાક લોકોના પુરાવા એકત્ર કરાયા છે. તથ્યની માતાનું નિવેદન લેવાયું છે. આ ઉપરાંત સ્થળ પર હાજર અનેક લોકોનાં નિવેદનો લેવાયા છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેની સાથે રહેલા તેના મિત્રોના પણ નિવેદનો લેવાયા છે. ગાડીના માલિક હિમાંશુ વરિયાનું પણ નિવેદન લેવાયું છે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતને સરકાર દ્વારા તપાસ સમિતી બચાવાઇ રહી છે. નીતા દેસાઇ પણ તેના સભ્યો છે. ટ્રાફિક ડીસીપી નીતા દેસાઇએ જણાવ્યું કે, તથ્યની પુછપરછ ચાલી રહી છે. તથ્યના જવાબોનુ ક્રોસ વેરિફિકેશન પણ થઇ રહ્યું છે. સવારથી 2 ટીમ મૃતકોના પરિવારનાં લોકોનાં નિવેદનો લઇ રહી છે. બોટાદ પંચમહાલ અને સુરેન્દ્રનગરની ટીમ મોકલી છે. જેગુઆરના મિકેનિક સાથે આરટીઓની ટીમ પર તપાસ કરી રહી છે. જેનો આરટીઓ રિપોર્ટ આપશે.

    follow whatsapp

    ADVERTISEMENT