કારનો દરવાજો ખોલવા જતા યુવાન ફેંકાયો દસ ફૂટ દૂરઃ આણંદના CCTV જોઈ લેજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આણંદમાં ઓવર સ્પીડ કારે બાઈક અને ઉભેલી કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આણંદ શહેરના ૧૦૦ફૂટ રોડથી આવતી કારે પાર્ક કરેલી કાર અને બે બાઈકને અડફેટે લેતા કારમાં બેસનાર વ્યકિત 10 ફૂટ ઘસડાયો હતો. આ પૂરપાટ ઝડપે આવતી કારે ભયંકર અકસ્માત સર્જયો જેના સીસઈટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં 8 જેટલા લોકો ઘાયલ થતા તમામને ૧૦૮માં સારવાર અર્થે ખાસેડાયા છે. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

બેફામ સ્પીડ અને પોતાના સહિત અન્યોના મોતને આમંત્રણ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલના રફતારના શોખને કારણે નિર્દોશોએ જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટનાના બની ત્યાર બાદ પોલીસ એકશનમાં આવી અને ઠેર ઠેર ટ્રાફિક ડ્રાઈવ યોજી સ્પીડના શોખીનોને શબક પણ શીખવાડ્યો હતો. આવી જ એક ઘટના હમણાં જ ભરૂચના હાંસોટમાં પણ બની જ્યાં બેફામ ચાલતી બે કાર સામ સામે ભટકાઈ અને 4 વ્યક્તિની જીંદગી હોમાઈ ગઈ. જોકે પોલીસ પણ હવે આવા લોકોને શબક શીખવાડતા થાકી ગઈ હોય એમ થોડા દિવસ ડ્રાઈવ બંધ પણ થઈ ગઈ. જેને લઈ રફતારના શોખીનો અકસ્માતની ઘટનાને અંજામ આપી દે છે.

અમદાવાદમાં તથ્યના પગલે ચાલતો વધુ એક શખ્સઃ પ્રહલાદનગરમાં જુઓ શું કર્યું

ઈસ્કોન બ્રિજ જેવી ઘટના બનતા રહી ગઈ, 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત

આણંદમાં તો થોડાક માટે ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માત જેવી ઘટના બનતા રહી ગઈ છે. બેફામ સ્પીડને કારણે ગંભીરથી અતિ ગંભિર અકસ્માત થવાની સંપૂર્ણ શક્યતાઓ આ અક્સમાતમાં જોવામાં આવી છે પરંતુ અહીં ચમત્કાર કહો કે… જીવ બચ્યા છે. આણંદના સરદારબાગ ચોકી સામે એક કાર નંબર GJ 23 CB 9491 ઊભી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ કાર ચલાવનાર કેતન પટેલ, તેમના મિત્રો નિમેષભાઈ, હેત બેઠા હતા. જ્યારે અન્ય એક મિત્ર જ્હોન જોસેફ મેકવાન કારની અંદર બેસવા જતો હતો. અને રોડ પરથી બે બાઈક પણ પસાર થઈ રહ્યા હતા. એકાએક એક હોન્ડા કાર નંબર GJ 23 AN 6515નો ચાલક પુર ઝડપે આણંદના 100 ફૂટ રોડ પરથી આવતો હતો. કારની સ્પીડ એટલી હતી કે ટર્ન લેવાની જગ્યાએ પાર્ક કરેલ ગાડી અને રસ્તા પર પસાર થતા બે બાઈકને ટક્કર મારી દીધી હતી. જેને લઈ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે ઘણા ચોંકાવનારા છે. જેમાં આ અકસ્માત કેવી રીતે થયો તે જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક શોપની બહાર અનેક કાર પાર્કીંગમાં પાર્ક કરેલી છે. થોડે દુર એક અન્ય કાર ઊભી છે. અને રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને એક તરફ ઉભેલી કારમા એક વ્યક્તિ કારનો દરવાજો ખોલી બેસવા જ જાય છે ને ત્યાં એક કાર ફુલ સ્પીડમાં કાર આવે છે અને ઊભેલી કારને ટક્કર મારે છે. અને કારમા બેસવા જતો વ્યક્તી પાર્ક કરેલ અન્ય કાર સાથે 10 ફૂટ દૂર ઘસડાઈને અથડાય છે. જોકે બન્ને કાર વચ્ચે બે બાઈકને પણ ટક્કર વાગતા બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો અને પાર્ક કરેલી અન્ય કારને પણ નુકસાન થયું છે. જોકે સદનસીબે આ ઘટનામાં હજી સુધી કોઈ જાન હાની થઈ નથી. પરંતુ આ ઘટનામા બે બાઈક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાર ચલાવનાર ચાલક પણ ઈજાગ્રસ્ત છે. જ્યારે જે કારને ટક્કર વાગી તે કારમાં બેઠેલી 3 વ્યક્તી તેમ જ કારમાં બેસવા જતો વ્યક્તી મળી કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે તમામને 108 વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે.

ADVERTISEMENT

મહત્વનું છે કે, અવાર નવાર રોડ પર સ્પીડમાં કાર ચલાવનાર શોખીનોને કારણે અનેકો અકસ્માત સર્જાય છે અને કેટલાયને જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ આવા લોકોને જાણે કોઈના જીવની પડી જ ના હોય એમ કાર લઈ પોતાનો શોખ પુરો કરવા નીકળી પડે છે. જોકે રાહતની વાત એ છે કે આણંદની આ ઘટનામા કોઈ જાનહાની થઈ નથી. જોકે કાર ચાલકની ઓળખ પણ થઈ નથી. આ ઘટનામાં કેતનભાઈ પટેલે અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT