ટાટા મોટર્સે સાણંદમાં આવેલા ફોર્ડ પ્લાન્ટને અધિગ્રહણ કર્યો, ઓગસ્ટમાં 725.7 કરોડ રૂપિયાની થઈ હતી ડીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ટાટાએ નેનો કારનો પ્લાન્ટ બનાવી અને શરૂઆત કરી હતી. ત્યારે હવે વધુ એક મહત્વનું ડગલું ગુજરાતમાં ભર્યું છે. 10 ડિસેમ્બરનાં રોજ ટાટા મોર્ટ્સ અને ફોર્ડ મોટર્સનાં સંપાદનનું કામ પૂર્ણ થયું છે. ટાટાએ કહ્યું કે ગુજરાતનાં સાણંદમાં સ્થિત ફોર્ડ મોટર્સનાં પ્લાન્ટનાં ટ્રાન્સફરનું કામ પૂરું થઈ ગયું છે. બંને કંપનીઓની વચ્ચે ગયાં વર્ષે ઑગસ્ટમાં 725.7 કરોડ રૂપિયાની ડીલ થઈ ગઈ હતી.

સાણંદના પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનમાં ગુજરાત આગામી ટૂંક સમયમાં ટોચનું સ્થાન હાંસલ કરે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યારે ટીયાગો, ટીગોર તથા એમજીની કાર બની રહી છે. તાતા મોટર્સના એક અધિકારીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ફોર્ડમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે.

ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા
ગુજરાતમાં પેસેન્જર કારની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ધોરણે વધી ગઈ છે અને 12-13 લાખ યુનિટ્સ પહોંચી ગઈ છે. માત્ર એટલું જ નહિ દેશમાંથી નિકાસ થતી પેસેન્જર કારમાંથી ગુજરાતનો હિસ્સો 75 % થી વધુ રહ્યો છે. દેશમાં કુલ ઉત્પાદન થતી કારમાં ગુજરાતનો હિસ્સો 40 ટકાથી વધુ પહોંચ્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભોપાલ ગેસ લિકેજ કાંડની ભરૂચમાં યાદ થઈ તાજી, સંજાલી ગામના લોકો જીવ બચાવવા ગામ છોડી હાઇવે પર દોડી આવ્યા

રતન ટાટાની ઉડાવી હતી મજાક
90ના દાયકાની જો વાત કરવામાં આવે તો તાતા સન્સના ચેરમેન રહી ચુકેલા રતન તાતાના નેતૃત્વ અંતર્ગત તાતા મોટર્સ દ્વારા પ્રથમ કાર તાતા ઇન્ડિકા લૉન્ચ કરવામાં આવી હતી. જોકે તે સમયે તાતાની કારનું વેચાણ ખૂબ જ ઓછું થયું હતું. પેસેન્જર કાર વિભાગમાં શરૂઆતનાં સમયમાં ટાટાને સફળતા નહોતી મળી. તેથી રતન ટાટાએ તેને વેંચવાનો નિર્ણય કર્યો હતો. જો કે તે ડીલ થઈ નહોતી કારણ કે ફોર્ડનાં ચેરમેન બિલ ફોર્ડે રચન ટાટાનો મજાક બનાવતા તેમને અપમાનિત કર્યાં હતાં. તેમણે કહ્યું કે જો હું આ સોદો કરું છું તો હું તમારા પર ઉપકાર કરીશ.

ADVERTISEMENT

આ પણ વાંચો: નાણામંત્રી કનુભાઈ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે, 20 ફેબ્રુઆરી આસપાસ રજૂ થઈ શકે

ADVERTISEMENT

ગુજરાતમાં અત્યારે બની રહી છે આ કાર 
ગુજરાત રાજ્યમાં અત્યારે ટીયાગો, ટીગોર તથા એમજીની કાર બની રહી છે. તાતા મોટર્સના એક અધિકારીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ફોર્ડમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે. કંપની દ્વારા આગામી સમયમાં અન્ય નવાં મોડલ લોન્ચ કરવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT