TAT-TET પાસ કરનાર યુવાનોને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં લગાવીને ભાજપે તેમને મજાક બનાવી દીધા: ઈસુદાન ગઢવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી TAT-TETની પરીક્ષાઓ પાસ કરી ભરતીની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ સરકાર સામે પોતાની સમસ્યાઓ લઈને ઊભા થયા છે. જોકે આ દરમિયાનમાં જ્ઞાન સહાયક તરીકે ભરતીને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. યુવાનો જે રીતે નારાજ થયા છે તેને લઈને આમ આદમી પાર્ટીઓ જરૂર પડ્યે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

‘ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા અને તેના બદલામાં…’
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, પાંચ પાંચ વર્ષ સુધી મહેનત કરીને TAT TET પરીક્ષા પાસ કર્યા બાદ જ્ઞાન સહાયકના નામે ગુજરાતના યુવાનોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી મજાક બનાવી દીધા છે. આ યુવાનોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો તો ભાજપ સરકારે પોલીસને આગળ કરીને તેમની અટકાયત કરી. આના પરથી તો એવું જ લાગે છે કે, એમને વિરોધ કરવાનો પણ હક નથી અને કંઈ બોલવાનો પણ હક નથી. આ યુવાનોએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા અને ભાજપે તેના બદલામાં આ યુવાનોને જેલના સળિયા પાછળ મોકલી દીધા.

તેમણે કહ્યું કે, આ યુવાનો જ્યારે આ બાબતને લઈને મંત્રીઓને મળવા જાય છે, ત્યારે તેમને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે “તમારી પાસે કાંઈ નથી અને આ નોકરી તમને મળે છે તો તમે લઈ લો” આવી વાહિયાત વાતો કરવામાં આવે છે. મને લાગી રહ્યું છે કે ભાજપ ખૂબ જ અહંકારી પાર્ટી થઈ ગઈ છે. જ્ઞાન સહાયકના નામે ભાજપ સરકારે TAT, TET પાસ યુવકોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે. તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. નહીંતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન પણ કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT