થાનગઢમાં આવતીકાલથી શરૂ થશે તરણેતરનો મેળો, ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવતીકાલથી વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો શરૂ થઇ રહ્યો છે. મેળા દરમિયાન 17મોં ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાશે. તરણેતરનો આ ભાતીગળ મેળો રસીકજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ 2004થી તેમાં ગ્રામીણ ઓલિમ્પિકનું નવુ પરિમાણ ઉમેરાયુ છે. વર્ષ 2004થી આ મેળામાં નાળીયેર ફેંક, રસ્સા ખેંચ, માટલા દોડ, દોરડા કુદ અને લંગડી જેવી પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાય છે.

ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની પણ સુવિધા
સરકારે મેળામાં દેશી રમતોનો સમાવેશ કરી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. આ રમતોમાં ભાગ લેવા માટો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે. રમતવીરોને પ્રોત્સાહિત કરવા રુપિયા બે લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાવ ખેલાડીઓના પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક સાંપડે છે.

આ રીતે થશે રજિસ્ટ્રેશન
આવતી કાલથી શરૂ થનાર તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજશે. આ લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ત્યારે ગ્રામીણ ઓલમ્પિકમાં ભાગ લેવા માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ મેળા દ્વારા ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામીણ ઓલિમ્પિકમાં દેશી રમતો યોજાય છે.

ADVERTISEMENT

પ્રતિભા પ્રદર્શિત કરવાની તક
આ મેળામાં ભાગ લેનાર રમતવીરોને પ્રોત્સાહિત કરવા રુપિયા બે લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાવ ખેલાડીઓના પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપવામાં આવે છે.
વિથ ઈનપુટ: સાજિદ બેલીમ: સુરેન્દ્રનગર 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT