Har Ghar Tiranga ‘રોજગારી ઉત્સવ’; આદિવાસીઓને 5.70 લાખ વાંસની લાકડીઓ બનાવવાના ઓર્ડર મળ્યાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય રાઠોડ /સુરતઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત Har Ghar Tiranga અભિયાનથી સુરતના કાપડના વેપારીઓને તો સારો બિઝનેસ મળ્યો જ છે. પરંતુ આની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને પણ આ અભિયાન હેઠળ રોજગારી મળી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુરત અને તાપી જિલ્લાના વન વિભાગને હર ઘર તિરંગા અભિયાન માટે લગભગ 5.70 લાખ વાંસની લાકડીઓ બનાવવાના ઓર્ડર મળ્યા છે.

આદિવાસી સમાજને રોજગારી મળી
દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારના મોટાભાગના લોકોને આનાથી રોજગારી મળી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આદિવાસી સમાજના કોટવાડિયા સમાજના લોકોને રોજગારીની નવી તકો મળી છે. તેથી તિરંગામાં વપરાતી લાકડીઓ બનાવવા માટે આ સમાજના લોકોને જ પસંદ કરવામાં આવ્યા છે. કોટવાડિયા સમાજના લોકો વર્ષોથી વાંસના લાકડામાં પોતાની કળાનું પ્રદર્શન કરીને અવનવી વસ્તુઓ બનાવીને રોજગારી મેળવી રહ્યા છે.

70 હજાર વાંસની લાકડીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો
‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ, લોકોને તેમના નિવાસસ્થાન, વ્યવસાયિક સંસ્થાઓ, સરકારી અને અર્ધ-સરકારી ઇમારતો પર તિરંગો લહેરાવવા માટે ઘણી લાકડીઓની જરૂર પડશે. જેને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના સુરત વન વિભાગને સુરત જિલ્લા પંચાયત તરફથી કુલ 70 હજાર વાંસની લાકડીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ આદેશને પૂર્ણ કરવા માટે કોટવાડિયા સમાજના લોકો હાલમાં વાંસમાંથી લાકડીઓ બનાવવાનું કામ કરી રહ્યા છે. આ સમાજની મહિલાઓ અને પુરુષો વાંસની લાકડીઓ બનાવવામાં રોકાયેલા છે, જે 13, 14 અને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવશે.

ADVERTISEMENT

ગુજ.માં 1 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવા PM મોદીની અપિલ
સુરત અને તાપી વન વિભાગ તરફથી 5.70 લાખના ઓર્ડર મળ્યા બાદ આ વ્યવસાય સાથે સંકળાયેલા આદિવાસીઓ માટે સારા દિવસો આવ્યા છે. સરકારે દેશના લગભગ 20 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી દ્વારા એક કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાની હાકલ કરવામાં આવી છે.

300 આદિવાસીઓને સ્ટિક બનાવવાનો ઓર્ડર મળ્યો
સુરત જિલ્લાના માંડવી, માંડવી દક્ષિણ, ઉત્તર ઉમરપરા, માંગરોળ અને વાંકલ રેન્જમાં કોટવાડિયા સમાજના 300 જેટલા આદિવાસી લોકો વાંસમાંથી લાકડીઓ બનાવવાનો વ્યવસાય કરે છે, જેઓ આ કામમાં ઉમેરાયા છે. વાંસ કાપણી સમયે જે વાંસ નીકળે છે તે કોટવાડિયા સમાજના લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. જેના કારણે કોટવાડિયા સમાજના લોકો વિવિધ વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

ADVERTISEMENT

તાપી જિલ્લાના નાયબ વન સંરક્ષક આનંદ કુમારે જણાવ્યું કે તાપી જિલ્લામાંથી પાંચ લાખ વાંસની લાકડીઓનો ઓર્ડર મળ્યો છે. અહીં પણ કોટવાડિયા સમાજના લોકો મોટી સંખ્યામાં વાંસની વસ્તુઓ બનાવે છે. પાંચ લાખ વાંસની લાકડીઓના ઓર્ડરથી લોકોને રોજગારી મળી છે અને તેઓ સારી આવકની અપેક્ષા રાખી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT