તલાટીની પરીક્ષાનું આયોજન શાંતિપુર્ણ: યુવરાજસિંહની ગેરહાજરીમાં પહેલી સૌથી મોટી પરીક્ષા

ADVERTISEMENT

Talati exam case
Talati exam case
social share
google news

અમદાવાદ : આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30 વાગ્યે શરૂ થઇ હતી. ભારે ચોક્કસાઇ વચ્ચે પરીક્ષાનું આયોજન થયું હતું. જે બપોરે 1.30 વાગ્યે શાંતિપુર્ણ રીતે પુર્ણ થઇ ગઇ હતી. રાજ્યના કુલ 2697 પરીક્ષા કેન્દ્રો પર 28,814 વર્ગખંડમાં 8.50 લાખ પરીક્ષાર્થીઓએ શાતિપુર્ણ રીતે પરીક્ષા આપી હતી. આ સરકારની આબરૂનો સવાલ હોવાથી તમામ પ્રકારે ચોકસાઇ રાખવામાં આવી હતી. ઉમેદવારોની અંગજડતી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માત્ર એક પેન જ લઇ જવાની પરવાનગી આપવામાં આવી હતી. મોજા અને બુટ પણ બહાર કઢાવાયા હતા. આ ઉપરાંક કેટલાક સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ બિનજરૂરી વસ્ત્રો પણ ઉતારાવડાવી દેવાયા હતા. આ ઉપરાંત સ્માર્ટ વોચ, મોબાઇલ, બ્લુટુથ જેવા તમામ ઇલેક્ટ્રોનિક સાધનો પણ લઇ જવા દેવાની પરવાનગી અપાઇ નહોતી.

સરકારી પરીક્ષા શાંતિપુર્ણ રીતે થયાનો દાવો કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી તરફ આ પરીક્ષાઓમાં ગેરરીતિ થઇ નથી. સંપુર્ણ રીતે ફુલપ્રુફ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પોલીસ-તંત્ર અને સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ પરીક્ષાઓમાં કથિત રીતે પ્રહરી જેવી જેની ઓળખ છે તે યુવરાજસિંહ જાડેજા હાલ જેલમાં છે. યુવરાજસિંહની ગેરહાજરીમાં આ પહેલી પરીક્ષા છે. આ અગાઉ ટેટની પરીક્ષાનું આયોજન થઇ ચુક્યું છે. જો કે જનમાનસ પર અસર કરતી આ સૌથી મોટી પહેલી પરીક્ષા છે. જેમાં યુવરાજસિંહની જેલહાજરીમાં આયોજન થઇ રહ્યું છે.

યુવરાજસિંહ જાડેજા તોડકાંડમાં હાલ પોલીસ સ્ટેશનમાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ જાડેજાની તોડકાંડમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહના સાળાઓ સહિત અનેક લોકોની ધરપકડ તોડકાંડમાં થઇ ચુકી છે. યુવરાજસિંહ જાડેજા, શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામ લાધવા, બિપીન ત્રિવેદી સહિતના લોકો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. તમામ લોકો હાલ જેલમાં છે. તેવામાં યુવરાજસિંહની ગેરહાજરીમાં પહેલીવાર આ પરીક્ષાનું આયોજન થયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT