તલાટીની પરીક્ષામાં વડોદરા કેન્દ્રમાં ગેરરીતિ સામે આવી, હસમુખ પટેલે અધિકારીઓને ગણાવ્યા જવાબદાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા/ગાંધીનગર: ગત રવિવારે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 9 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે હવે આ ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે પોતે જાણકારી આપી છે.

એમ.એસ યુનિ.ના પોલિટેકનિક સેન્ટરમાં ગેરરીતિ
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પોલિટેકનિક સેન્ટરમાં ગેરરીતિની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં 15 વર્ગખંડમાં OMR શીટમાં અંગૂઠાની છાપ લેવામાં આવી નથી. પરીક્ષા પૂરી થયા બાદ આ બાબત ધ્યાને આવતા 7 વર્ગખંડમાં અંગૂઠાની છાપ લેવામાં આવી હતી. જોકે બાકીના 8 વર્ગખંડમાં ઉમેરવારોના અંગૂઠાની છાપ લેવામાં આવી નથી.

હસમુખ પટેલે શું કહ્યું?
હસમુખ પટેલે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, પરીક્ષામાં ડમી ઉમેદવારની ફરિયાદો ઉઠે કે આક્ષેપો થાય તો ચકાસણી માટે અમારી પાસે પુરતા પુરાવા છે. ઉમેદવારની સહી અને તેમના લખાણના પુરાવા અમારી પાસે છે જ. બોર્ડ પ્રતિનિધિ દ્વારા અંગૂઠાની છાપ લેવામાં આવી નથી. પરીક્ષાના બીજા દિવસે આ બનાવ અંગેની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહિ પરંતુ બેદરકારી હોય તેવું લાગે છે. બોર્ડ પ્રતિનિધિ એ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની ના પાડી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે, જુનિયર કલાર્ક અને તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT