વેરાવળમાં BJP MLA ભગા બારડનો ગુસ્સો કેમ સાતમા આસમાને પહોંચ્યો? સ્ટેજ પર ઝપાઝપીનો VIDEO વાઈરલ
MLA Bhagwan Barad: વેરાવળમાં તલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય સ્ટેજ પર ખૂબ જ આક્રોશીત…
ADVERTISEMENT

MLA Bhagwan Barad: વેરાવળમાં તલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય સ્ટેજ પર ખૂબ જ આક્રોશીત જોવા મળી રહ્યા છે અને તેમને શાંત રાખવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે. વિગતો મુજબ સમાજના કાર્યક્રમમાં નવરાત્રી દરમિયાન આ ઘટના બની હતી.
સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય થયા ગુસ્સે
વેરાવળમાં સાતમા નોરતે ડાભોર રોડ પર સમાજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોઈ યુવકે સામે પ્રતિકાર કર્યો હતો, યુવકની ટિપ્પણીથી નારાજ ધારાસભ્યનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેઓ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા. જે બાદ તેમના ગુસ્સાને શાંત રાખવા માટે સ્ટેજ પર હાજર આગેવાનો તેમને મનાવતા જોવા મળે છે, જોકે ધારાસભ્ય તેમને પણ ધક્કે ચડાવતા વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે. જોકે મામલો કયા મુદ્દે ગરમાયો હતો તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT