શિયાળાની ઋતુનો લાભ લઈ બનાસકાંઠામાં તસ્કરો બન્યા બેફામ, પોલીસે કર્યું આ કામ

ADVERTISEMENT

gujarattak
social share
google news
ધનેશ પરમાર, બનાસકાંઠાઃ જિલ્લામાં અવનવી ચોરીઓ કરતી અનેક ગેંગ સક્રિય છે.ચોરી કરતી ગેંગ હવે લોકોના ઘર સહિત અન્ય વસ્તુઓને પણ નિશાન બનાવી રહી છે.ત્યારે બનાસકાંઠાના કમોડી ગામમાં સોલરફાર્મમાં ચોરીની ઘટના બની છે.સોલાર ફાર્મમાંથી 14 લાખથી વધુની ચોરી કરનાર બે તસ્કરને આગથળા પોલીસે ઝડપી પાડ્યા છે.
બનાસકાંઠા માં અવનવી ચોરીઓ કરતી અનેક ગેંગો સક્રિય છે.જેમાં આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના કમોડી ગામમાં આવેલા સોલાર ફાર્મમાંથી 14 લાખ,96 હજારથી વધુની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી..ત્યારે આ ચોરી અંગે નોંધાયેલા ગુનાનો ભેદ આગથળા પોલીસે ઉકેલ્યો છે.આ ગામમાં તસ્કરી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.
વધુ તપાસ શરૂ
આ આરોપીઓ પાસેથી ચોરાયેલા મુદ્દામાલ પણ ઝડપી લેવાયો છે. જે બાદ મુદ્દામાલ રીકવર કર્યા બાદ કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડ મેળવી બાકી મુદ્દામાલ રિકવરી કરવા તેમજ આ ચોરી નેટવર્ક માં સપડાયેલા અન્ય સહ આરોપીઓને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.
ઠંડીનો લાભ લઈ સોલારફાર્મમાં કરી ચોરી 
 ઠંડીની ઋતુનો લાભ લઈને ચોરી ઇરાદે સક્રિય થયેલા તસ્કરોએ અનેક ગામોમાં ચોરીઓને અંજામ આપતા લોકોમાં ભય ફેલાયો હતો.જે બાદ તસ્કરોને શોધી કાઢવા માટે ખાસ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત જે ગુના નોંધાયેલા હતા તેમાં તપાસ કરતા પોલીસના બાતમીદારોએ માહિતી આપતા તસ્કરોને પકડવામાં સફળતા મળી હતી.  દશરથભાઇ પરમાર,  કનુભાઈ ડાભી, પ્રભુભાઈ પરમાર, રતી પરમાર સહિતના પાંચ આરોપીઓને ઝડપી લેવાયા હતા.
5 દિવસના રિમાન્ડ મંજૂર
આ તસ્કરોએ સોલાર ફાર્મમાં 30 નંગ સોલાર પ્લેટ જેની કિંમત 67 હજાર રુપિયા છે.  તેની ચોરી કરી હતી. આ સાથે જ પોલીસે ચોરીની ઘટનામાં વાપરેલો તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓના રિમાન્ડની માગ કરતા 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ ચોરીના કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT