‘પ્રબોધસ્વામી રૂમની બહાર આવે એટલે દેવતાઓ દર્શન માટે ઝુરતા’, સ્વામિનારાયણ સાધુના બફાટથી રોષ
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં વધુ એક સ્વામીએ હિન્દુ દેવાતાઓ વિશે બફાટ કરતા સાધુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.…
ADVERTISEMENT
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યાં વધુ એક સ્વામીએ હિન્દુ દેવાતાઓ વિશે બફાટ કરતા સાધુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. બાકરોલના નિરંજન સ્વામીએ નિવેદન આપ્યું છે કે, પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝુરતા હોય છે. એમના દર્શન કરીને આનંદ-પુલકીત થાય છે. જ્યારે પ્રબોધ સ્વામી રૂમની બહાર આવે એટલે દેવતાઓ તેમના પર પુષ્પવર્ષા કરે છે. તેમના આ નિવેદન બાદ હવે ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુરુને મહાન બતાવવા દેવતાઓનું અપમાન
ખાસ છે કે સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોધમ પરિવારના સાધુ છે નિરંજન સ્વામી અને પોતાના ગુરુ પ્રબોધ સ્વામીને મોટા બતાવવા અને દેવતાઓથી મહાન બતાવવા માટે તેમણે હિન્દુ દેવી-દેવતાઓને નીચે બતાવતું પ્રવચન આપ્યું હતું. તેમના પ્રવચનનો વીડિયો સામે આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે.
સાધુઓમાં બફાટ સામે રોષ
નિરંજન સ્વામીના બફાટ પર મહંત જ્યોતિર્નાથ મહારાજે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સંત દ્વારા કરવામાં આવેલો બફાટ યોગ્ય નથી. બફાટ કરનાર અને સાંભળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો છે. તમે સર્વોપરી હોય તો પહેલા તમારા ઝઘડા પૂરા કરો. સર્વોપરિતા હોય તો જગતના કલ્યાણના બહુ કામ છે. આવા લોકોને સજા થવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT