ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતાએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે કરી બેઠક, નવાજૂનીના એંધાણ
અમદાવાદ: વડોદરા બાદ હવે સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ચર્ચાની એરણ પર આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા ભાજપમાં ભડકો થયો હોવાની વાત સ્પ્રીંગની માફક ઉછાળા સાથે બહાર આવતા…
ADVERTISEMENT
અમદાવાદ: વડોદરા બાદ હવે સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ચર્ચાની એરણ પર આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા ભાજપમાં ભડકો થયો હોવાની વાત સ્પ્રીંગની માફક ઉછાળા સાથે બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપસર સહકારી નેતા સતિષ પટેલને સસ્પેન્ડ કરાયા હતા. જે કાર્યકરો સાથે દિલ્હી પહોંચ્યા હતાં.
સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ કેટલાક સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોને લઈને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ ગુજરાતમાં રાજકીય ચર્ચાઓએ વેગ પકડયું હતું. આ સાથે જ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલની સામે જૂથવાદ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. સાબરકાંઠા બેંકની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપનું મેન્ડેડ ન મળતા ભાજપના સતિષ પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. જેથી સતિષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
સતિષ પટેલને કરાયા હતા સસ્પેન્ડ
સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં સતિષ પટેલ અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપના આગેવાનો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેમની સામે શિક્ષાત્મક પગલાં લઈને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેઓને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે સસ્પેન્ડ કરેલા કાર્યકરોને સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ દિલ્હી લઈ ગયા હતા .
ADVERTISEMENT
વડોદરામાં પણ આવી ચૂક્યો છે જુથવાદ સામે
સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સાંસદ સાથે દિલ્લી પહોંચતા મામલો ગુજરાતમાં ગરમાયો છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલની સામે જૂથવાદ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરામાં પણ જુથવાદ સામે આવ્યો હતો.વડોદરામાં નનામી પત્રિકા પ્રકરણને લઈને રાજકારણ ગરમાયું છે. વડોદરાના મેયર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકા વાયરલ કરવા મામલે કોર્પોરેશનના પૂર્વ શાસક નેતા અને કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયા મામલે વડોદરા પોલીસે મૌન સેવ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જુથવાદ સામે આવતા પાટીલની મુશ્કેલી વધી શકે છે. એક તરફ વિપક્ષના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થાય તેવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ જુથ વાદ સામે આવી રહ્યો છે. ત્યારે આમ જ જો આંતરિક જુથવાદ સામે આવે તો પાટીલની રણનીતિ પર પાણી ફરી વળશે.
ADVERTISEMENT