ગુજરાતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળી આવતા ચકચાર, તાત્કાલિક સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાત રાજ્યમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ કેસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના ગોંડલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. જેના આધારે આરોગ્યની ટીમે તાત્કાલિક તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને સેમ્પલ પણ આગળ મોકલી દેવામાં આવ્યું છે. જોકે જ્યાં સુધી રિપોર્ટ આવતો નથી ત્યાં સુધી આ દર્દીને મંકીપોક્સ થયો છે કે નહીં એની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે નહીં.

મંકીપોક્સ રોગ અને તેના લક્ષણો વિશે માહિતી

ADVERTISEMENT

  • 1958માં વાંદરાઓના એક સમૂહને આ રોગ થયો હતો, તેથી આ વાઈરસને મંકીપોક્સ નામથી ઓળખવામાં આવે છે.
  • મંકીપોક્સ વાઈરસનો જેને ચેપ લાગે એને હાથ, પગ, ગરદન સહિત શરીરના વિવિધ અંગો પર મોટા ફોડલા પડી જાય છે. આ એક રીતે જોવા જઈએ તો ઓછબડા સમાન છે.
  • આ રોગના પ્રાથમિક લક્ષણો પૈકી દર્દીને તાવ આવે છે, શરીરના સાંધામાં દુખાવો થાય છે તથા ફોડલાઓ પડવાનું શરૂ થઈ જાય છે.
  • કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT