ગુજરાતમાં મંકી પોક્સની એન્ટ્રી! જામનગરના યુવકમાં શંકાસ્પદ લક્ષણો મળતા હોસ્પિટલમાં એડમિટ
જામનગર: દુનિયા કોરોના વાયરસ વચ્ચે જીવવાનું શીખી રહી હતી ત્યારે વધુ એક ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બનેલા…
ADVERTISEMENT
જામનગર: દુનિયા કોરોના વાયરસ વચ્ચે જીવવાનું શીખી રહી હતી ત્યારે વધુ એક ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બનેલા મંકી પોક્સ વાયરસની હવે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. જામનગરમાં મંકી પોક્સનો એક શંકાસ્પદ મામલો સામે આવ્યો છે. 29 વર્ષના એક યુવકમાં મંકી પોક્સના લક્ષણો સામે આવતા હાલમાં તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. બીજી તરફ દર્દીના સેમ્પલને ચેક કરવા માટે ગાંધીનગરની લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.
દર્દીના સેમ્પલને ટેસ્ટિંગ માટે ગાંધીનગરની લેબમાં મોકલાયા
જામનગરની જીજી હોસ્પિટલમાં મંકી પોક્સનો એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે. જામનગર નજીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને હાલ આ યુવકને હોસ્પિટલના અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તો તેના સેમ્પલ લઈને તેને ટેસ્ટિંગ માટે ગાંધીનગરની લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.
દેશમાં હાલ 9 જેટલા મંકી પોક્સના કેસ
દેશની વાત કરીએ તો અત્યાર સુધીમાં ભારતમાં આ ખતરનાક વાયરસના 9 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 5 કેસ કેરળમાં તથા 4 કેસ દિલ્હીમાં આવ્યા છે. દિલ્હીમાં ત્રણ દિવસમાં સતત ત્રણ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે પણ દિલ્હીની એક મહિલાને મંકી પોક્સનું સંક્રમણ હોવાની પુષ્ટિ થઈ હતી.
ADVERTISEMENT
શું છે મંકી પોક્સના સામાન્ય લક્ષણો?
- તાવ આવવો
- સ્કીન પર ચકમા પડવા. આ ચહેરાથી શરૂ થઈને હાથ, પગ, હથેળી તથા તળિયા પર થઈ શકે છે.
- શરીરમાં ગાંઠ થવી
- માથા, સ્નાયુઓમાં દુખાવો અથવા થાક લાગવો
- ગળામાં ખરાશ અને ખાંસી આવવી.
કેવી રીતે બચી શકાય મંકી પોક્સના સંક્રમણથી
હાલમાં જ કેન્દ્ર સરકારે આ વાયરસથી બચવા માટે કેટલાક સૂચનો કર્યા હતા. જે મુજબ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અથવા વારંવાર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તે પણ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક પહેરવું અને હાથના મોજા પહેરવાથી તમે આ સંક્રમણથી બચી શકો છો.
ADVERTISEMENT
(રિપોર્ટર: દર્શન ઠક્કર)
ADVERTISEMENT
ADVERTISEMENT