Zee 24 કલાક સર્વે મુજબ ભાજપ, કોંગ્રેસ અને AAPમાંથી શહેરી અને ગ્રામિણ મતદારોમાં કોણ વધુ લોકપ્રિય? જાણો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીઓમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મતદારોએ આપેલા મતથી રાજકીય પાર્ટીઓ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીઓમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મતદારોએ આપેલા મતથી રાજકીય પાર્ટીઓ અને નેતાઓના ભવિષ્યના 5 વર્ષ કેવા હશે? તેમને સત્તા મળશે કે ઘરે બેસાડવામાં આવ્યા છે તેની જાણકારી મતલબ કે ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે. હાલના સમયમાં ઝી 24 કલાક દ્વારા ચૂંટણીને લઈને સર્વે જાહેર કરાયો છે. આ સર્વેમાં શું સામે આવ્યું છે, ભાજપ, કોંગ્રેસ કે પછી આપ કોના ભવિષ્ય ઉજળા છે કે કોને લોકો કેટલા પસંદ કરે છે તેનો સર્વે રજૂ કરવામાં આવ્યો છે. આવો તેના વિશે જાણીએ.
ભાજપની પક્કડ હજુ પણ મજબૂત
ઝી-24 કલાક દ્વારા 33 જિલ્લામાં 2 લાખ લોકો સામે વાત કરીને ચૂંટણી પહેલા જ સર્વેની કામગીરી હાથ ધરી વિવિધ વિગતો મેળવી છે. જેમાં મતદારોએ પોતાની પસંદ અને નાપસંદ અંગે જણાવ્યું છે. ગુજરાતમાં જોવા જઈએ તો શહેરી મતદારોમાં ભારતીય જનતા પાર્ટીની પક્કડ હજુ પણ મજબુત હોય તેવું ચેનલના સર્વે પરથી લાગી રહ્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિત્રમાં કોઈ મોટો ફરક દેખાતો નથી કારણ કે ભાજપ અન્ય પાર્ટીઓ કરતાં આગળ છે. બીજું કે હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો લડવા પહેલીવાર ઉતરનારી આમ આદમી પાર્ટી શહેરોમાં 8 અને ગામડામાં 8 ટકાનો વોટ શેર ધરાવતી થઈ ગઈ છે.
સર્વેના તારણમાં શહેરી અને ગ્રામ્ય લોકોની પસંગ કોણ?
સર્વે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં શહેરી મતદારોની પસંદમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 31 ટકા, આમ આદમી પાર્ટીને 8 ટકા અને જેઓ હજુ પણ કોઈ પાર્ટી માટે નિશ્ચિત નથી તેવા 5 ટકા લોકો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોના કરાયેલા સર્વેમાં તારણ સામે આવ્યું છે કે, 44 ટકા લોકોની પસંદ ભાજપ છે. જ્યારે કોંગ્રેસ પાસે હજુ પણ 39 ટકા લોકો છે. આ તરફ આમ આદમી પાર્ટી ગ્રામ્ય વિસ્તારમાં 10 ટકા લોકોને આકર્ષી રહી છે જ્યારે અહીં 7 ટકા એવા છે જે હજુ પણ કોઈ પાર્ટી માટે નિશ્ચિત નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT