સુરેન્દ્રનગરમાં ચાલુ બાઈક પર પડી વીજળી, ત્રણ વ્યક્તિનો ચમત્કારીક બચાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓ હમણાં વધારે જોવા મળી રહી છે તેવા સંજોગોમાં વરસાદ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક બાઈક પર વીજળી પડતા ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. અકસ્માતમાં ત્રણે વ્યક્તિ નીચે પડી ગયા હતા. જોકે સદભાગ્ય કહો કે ચમત્કાર ત્રણેય વ્યક્તિનો ગજબ રીતે બચાવ થયો હતો.

ચોમાસાની સીજનમાં વધુ એક ઘટનાઃ આણંદમાં ઝાડ પર હતો 6 ફૂટનો અજગરઃ સલામત છોડાયો- Video

થયો ચમત્કારીક બચાવ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ઈસ્દ્રા ગામે વીજળી પડતા દંપતી સહિત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ધ્રાંગધ્રા પંથકમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે ઈસ્દ્રા ગામની શીમમાં બાઈક પર ઘર તરફ આવી રહેલા ત્રણ વ્યક્તિ પર વીજળી પડી હતી. જોકે તેમના નસીબ સારા હતા કે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. વિજળી પડતા દંપતી સહિત ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ પ્રાથમિક સારવાર આપી રજા આપી હતી. લોકો પણ આ ઘટનામાં ત્રણે વ્યક્તિના સદનસીબને પગલે તેમને ચોંકાવનારી નજરે જોઈ રહ્યા હતા.

ADVERTISEMENT

(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp

    ADVERTISEMENT