સુરેન્દ્રનગરઃ અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેન્ડ બન્યુ રખડતા ઢોરનું આશ્ર્ય સ્થાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં નિર્માણ પામેલું આધુનિક એસ ટી બસ સ્ટેન્ડ રખડતા ઢોરોનું આશ્રય સ્થાન બની છે. એસ ટી બસ સ્ટેન્ડમાં રખડતા ઢોરોનો જાણે કે ખડકલો થઈ ગયો છે. જેને કારણે મુસાફરોને પણ અહીં ઢોરોનો અડ્ડો બની જતા હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ હજુ બે મહિના પહેલા લાખોનું નવું બનેલું એસ ટી બસ સ્ટેન્ડને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે.

લોકોને ઢોરોના ત્રાસે ધક્કે ચઢવાનું થાય છે
સુરેન્દ્રનગર એસ ટી બસ સ્ટેન્ડ હજુ બે મહિના પહેલા લાખોનું નવું બનેલું છે જેને ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તંત્રનની યોગ્ય દેખરેખ અને જાળવણીને અભાવે આજે આ બસ સ્ટેન્ડની હાલત કોઈ તબેલા જેવી થઈ ગઈ છે. લોકો અહીં એસટી બસની રાહ જોતા હોય ત્યારે અચાનક કોઈ ઢોર આવી જાય અને તેમને ભેટું મારી દે તેવી પણ દહેશત રહેલી હોય છે.

નવસારીમાં ધોળા દિવસે યુવાનની ઘાતકી હત્યા સાથે પોલીસનું પણ નાક વઢાયું

ગાયોનો અડીંગો જામી જતા ઘણી વખત લોકોને અહીં ધક્કે ચઢવાનો પણ વારો આવી ચુક્યો છે છતાં નિંભર તંત્રની ઉંઘ ઉડતી નથી. સતત ઘણા દિવસોથી અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં તો આવી હાલત થવી શક્ય છે કારણ કે ઢોરો જ્યાંત્યાં બણબણતી માખીઓ મચ્છરોથી પરેશાન થઈ ને ચોખ્ખી જગ્યાઓ પર જવાનું પસંદ કરતા હોય છે. હવે એસટી બસ સ્ટેન્ડ હાલમાં જ નિર્માણ પામ્યું હોઈ અહીં ઢોરો માટે વરસાદ અને માખી મચ્છરોથી બચવાનો પણ એક રસ્તો મળી જતો હોય છે. જો પશુ પાલકો આવા ઢોરોને રખડતા મુકી દે છે તો તે સમસ્યાને તંત્ર ક્યારે એને કેટલી ઝડપે સોલ્વ કરશે તેને લઈને પ્રશ્નાર્થ ઊભો થયો છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp

    ADVERTISEMENT