સ્મૃતિ ઈરાનીનું ગુજરાતી વર્ઝન- કહ્યું, ‘જેને સાંભળવાનું છે તેને ગુજરાતી નથી આવડતી, તમે સમજી ગયા કોની વાત છે’

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં સ્મૃતિ ઈરાનીએ ગુજરાતી ભાષામાં ભાષણ કર્યું હતું. ત્યારે તેમણે કોંગ્રેસના નેતાઓને આડેહાથ લીધા હતા અને તેમની ઠેકડી પણ ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે, જેને સાંભળવાનું છે તેને ગુજરાતી નથી આવડતી, તમે સમજી ગયા કોની વાત કરું છું. તો ભીડમાંથી બુમ પડી રાહુલ ગાંધી, તેમણે કહ્યું નહીં ભાઈ માતાશ્રી પણ છે, જીજાજી પણ છે, બહેનશ્રી પણ છે અને રેવડીવાલ પણ છે કે જેને ગુજરાતી નથી આવડતું.

ગુજરાતી નથી આવડતીઃ ઈરાની
સુરેન્દ્રનગરમાં આજે રવિવારે સ્મૃતિ ઈરાનીએ જાહેરસભા સંબોધી હતી. દરમિયાન તેમણે ગુજરાતી ભાષામાં પોતાનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું છેક અમેઠીથી આવી છું. અમે જ્યારથી કોંગ્રેસ અધ્યક્ષને હરાવ્યા અને બહાર મોકલી દીધા છે ત્યારથી તે બહાર જ ઘૂમી રહ્યા છે. જેમને સાંભળવાનું છે તેમને ગુજરાતી નથી આવડતું. આપ સમજી ગયા છો કે હું કોની વાત કરું છું. ત્યારે ભીડમાંથી બુમ પડી રાહુલ ગાંધી, તેમણે કહ્યું નહીં ભાઈ માતાશ્રી પણ છે, જીજાજી પણ છે, બહેનશ્રી પણ છે અને રેવડીવાલ પણ છે કે જેને ગુજરાતી નથી આવડતું.


આવ્યો હતો બાબો એમનો ભાષણ કરાઃ સ્મૃતિ ઈરાનીના રાહુલ ગાંધી પર પ્રહાર
તેમના ભાષણ દરમિયાન પપ્પૂ પપ્પૂના નારા પણ લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે, મારાથી નહીં બોલાય. આવ્યો હતો બાબો એમનો ભાષણ આપતો હતો, હિન્દીમાં હું… હું… કરતો રહી ગયો હતો. મંચ પર ભરતભાઈ અનુવાદ કરી રહ્યા હતા થોડા સમય પછી તે પણ બેસી ગયા. તે પણ સમજી ગયા કે ચલ ભાઈ બાપુ તારાથી નહીં થાય. કોંગ્રેસના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસીઓ કહે કે ભાઈ ગાંધી ખાનદાનના અધ્યક્ષ નહીં કરતા. જ્યાં સુધી ગાંધી ખાનદાનના અધ્યક્ષ છે ત્યાં સુધી ભારત અને ભારતીય તેમને એક મત ના આપે.

ADVERTISEMENT

મેડમે જે ગુજરાતીનું અપમાન કર્યું તેના જ હાથે રામમંદિરની પહેલી શીલા અર્પીતઃ ઈરાની
તેમણે કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે કોટ પર જનોઈ પહેરીને ફરતા હોય, નર્મદા સામે આરતી કરતાં હોય તો એકે સાહેબ અંગ વસ્ત્ર ઉંધુ પહેરે. એટલે ઉંધા માણસથી ઉંધુ કામ જ થાય. કોંગ્રેસના કાર્યકરોને પુછવા માગુ છું, તમારો જો ધર્મ પ્રતિ પ્રેમ હોય તો તમે જણાવો કે જ્યારે મેડમની સરકારે કોર્ટમાં દસ્તાવેજ આપ્યા હતા. કે રામ નામના કોઈ ભગવાન નથી, રામનું કોઈ અસ્તિત્વ નથી ત્યારે કોંગ્રેસના ગુજરાતના કાર્યકરોએ મેડમને જડબાતોડ જવાબ કેમ ન આવ્યો. આ તો કિસ્મત છે અમારી સારી કે જે ગુજરાતીનું મેડમે વારંવાર અપમાન કર્યું તે જ ગુજરાતીના હાથે ભવ્ય રામ મંદિરની પહેલી શીલા અર્પીત થઈ.

    follow whatsapp

    ADVERTISEMENT