સુરેન્દ્રનગરઃ સમઢીયાળામાં દલીત ભાઈઓની હત્યા મામલે 5 શખ્સોને પોલીસે ઝડપ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રરનગરનના ચુડા તાલુકાના સમઢીયાળામાં જમીનના મામલામાં થયેલી જુથ અથડામણમાં 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલામાં બે વ્યક્તિની હત્યા થઈ હતી. જુથ અથડામણમાં થયેલી મારામારીની ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. હવે પોલીસે કાર્યવાહી દરમિયાન પાંચ વ્યક્તિને ઝડપી પાડ્યા છે. દલિત જમાજના મૃતક બેવ ભાઈઓના હત્યારાઓને શોધવામાં પોલીસે દિવસ રાત એક કર્યા છે ત્યારે બીજી બાજુ પરિવારોએ બંને ભાઈઓના આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારવાની જીદ પકડી હતી. જ્યારે આખરે સમાધાન કરીને 40 કલાક બાદ મૃતદેહ સ્વિકારી અંતિમ સંસ્કાર કર્યા હતા.

બે પીએસઆઈ થયા સસ્પેન્ડ
સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. જેને લઈને મામલો વધુ તંગ બન્યો હતો. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન પીએસઆઈ જે બી મીઠાપરા અને હાલના મહિલા પીએસઆઈ ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

‘ઈંડુ, ઈયળ, કોસેટો અને ફૂદુ, આ સાયકલ છે’ અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

શું હતી ઘટના?
ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં સ્થાયી પારૂલબેન પરમાર જૂના વાડજ ખાતે રહે છે. બુધવારે સવારે પોતાના ગામમાં ગયા હતા. અહીં તેમની સાથે બે દિયર તથા બે દેરાણી હતા. તમામ ટ્રેક્ટરમાં બેસીને વાડીઓ ગયા અને પરત ફરતા સમયે અમરાભાઈ ખાચર, નાગભાઈ ખાચર સહિત 8 લોકો તથા અન્ય 15 લોકોનું ટોળું ધારિયા અને લાકડી લઈને તૂટી પડ્યું હતું અને તમામને માર માર્યો હતો. સાથે પારૂલબેનના બે નાના દીયર આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર પાસેથી 1 લાખ રૂપિયા જબરજસ્તી પડાવી લીધા હતા. બંને ભાઈઓને હુમલામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પીડિત પરિવારનો આરોપ છે કે, તેમના વડીલોની જમીન આરોપીઓ પચાવી પાડવા માગતા હતા અને અવારનવાર તેમને ધાકધમકી આપતા હતા. આ અંગે પરિવારે 6 જુલાઈ 2023ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટરને અરજી પણ આપી હતી અને તેનો કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હતો.

ADVERTISEMENT

(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગરઃ)

    follow whatsapp

    ADVERTISEMENT