સુરેન્દ્રનગરમાં ખોલી જ્વેલર્સ પેઢી, સોની વેપારીઓ સાથે છેતરપીંડી કરનાર અમદાવાદના 4 શખ્સો ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાં સોની વેપારીઓને ઉલ્લુ બનાવી તેમની પાસેથી તગડો માલ પડાવી લેવાનો 4 શખ્સોએ જોરદાર કારસો રચ્યો હતો. જોકે સુરેન્દ્રનગર પોલીસે આ ચારેયને પકડી પાડ્યા છે, સાથે જ જો આ શખ્સોના અન્ય સાગરિતો છે તો તેમની પર પણ હવે કાયદાની તલવાર લટકી રહી છે. ત્રણ મહિનામાં જ મોટો શોરૂમ ઊભો કરીને વેપારીઓનો વિશ્વાસ કેળવી ઉચક દાગીના લઈ ફરાર થઈ જવાના પ્લાનીંગ સાથે આ શખ્સોએ મોટો હાથ મારવાનું નક્કી કર્યું હતું. જોકે પોલીસે આખરે આ તમામને લાખોના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ શખ્સોએ કેવી રીતે સોની વેપારીઓને લૂંટવાના પ્લાનીંગ કર્યા હતા તે અંગે આવો જાણીએ.

શોરૂમ ઊભો કરવા દૂકાન લીધી ભાડે
સુરેન્દ્રનગરના જવાહરચોક નજીક અમદાવાદના ચાર શખ્સો દ્વારા સોની વેપારીઓ પાસેથી તગડો માલ ઉઠાવી રફ્ફૂચક્કર થઈ જવા માટે વી એન જ્વેલર્સ નામથી એક શોરૂમ ઊભો કર્યો હતો. આ માટે તેમણે અહીંની એક દૂકાનને ભાડે રાખી લીધી હતી. જે દૂકાનમાં તેમણે સોના-ચાંદી અને ઘરેણાનો શોરૂમ ઊભો કરી દીધો હતો. માત્ર ત્રણ મહિનામાં શોરૂમ ખોલી નાખી આજુબાજુના વેપારીઓમાં પોતાની નાણાકીય શાખ ઊભી કરી તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો.

સુરતમાં પુલ બેસવાની ઘટનાને લઈ ઇસુદાન ગઢવી લાલઘૂમ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

18.50 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
આ પછી શખ્સોએ સોની વેપારીઓ પાસેથી વિશ્વાસના જોરે ઉચક દાગીનાની માગ કરી હતી. સોનીઓએ વિશ્વાસ રાખીને મોટો માલ તેમને આપ્યો પણ ખરો. એકાએક આ શખ્સોએ શોરૂમને તાળુ લગાવી દીધું. આ તરફ શોરૂમને તાળા લાગી જતા ચારેય શખ્સોને ઉચક માલ આપનારા સોની વેપારીઓ ચિંતામાં સરી પડ્યા હતા. આ ચારેય શખ્સે સોનીઓ પાસેથી ઘણો માલ ઉઠાવી લીધો હોઈ પોલીસે આ મામલામાં તુરંત કાર્યવાહી કરી હતી. પોલીસે દાગીના લઈને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 18 સોનાની બુટ્ટી, સોનાના 2 જોડી પેન્ડલ અને બુટ્ટી, સોનાના ચેન નંગ 18, સોનાની ચુક 180 નંગ, સોનાની ચેનના આકડા નંગ 60 મળી કુલ રૂપિયા 18.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હવે પોલીસે આ શખ્સોની વધુ પુછપરછ માટે કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp

    ADVERTISEMENT