Surendranagar News: સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત, સ્વજનના અંતિમ સંસ્કારમાં જતા ટ્રેલર સાથે ભટકાઈ કાર, 4ના મોત

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. બનેલી ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જેના બાદ નજીક આ અકસ્માત સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગમકવાર અકસ્માતને લઈ અને ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. કાર લઇ કુકવા દેત્રોજ નજીક કોઇસ્વજનના અંતિમવિધિમાં જતા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના જૈનાબાદ અને રસુલા બાદ વચ્ચે ગનીભાઈ અભરામભાઇના બોર પાસે ગમકવાર અકસ્માત સર્જાયો છે ટ્રેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજવા પામ્યા છે. ત્યારે ઘટના બનતા ની સાથે દશાળા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને પૂછપરછ આજુબાજુના લોકોની પોલીસ તંત્ર એ હાથ ધરી છે.

ખાડામાં પડી ગાડી

મોરબીનો પરિવાર લૌકિક અર્થે અમદાવાદ ખાતે જતા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તમામ લોકોના ગાડીમાં જ મોત નીપજવા પામ્યા છે. ટ્રેન્કર પૂરપાટ ઝડપે આવતું હોય અને ત્યારબાદ ગાડી સાથે ધડાકા અથડાયું હોય અને ગાડી બાજુના ખાડામાં પટકાતા ગાડીમાં સવાર તમામ લોકોના મોત નીપજવા પામ્યા હોવાની વિગતો પોલીસ વિભાગ પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. જોકે આ મુદ્દે હજુ પોલીસ તપાસ ચાલુ છે. ત્યારે તમામ મૃતકોની ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું છે અને 108 સહિતની ટીમો ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ છે. પોલીસ વિભાગની ટીમો પણ તાત્કાલિક ધોરણે દોડી ગઈ છે. આ મુદ્દે હાલમાં ટ્રેન્કર ચાલક છે, તે નાસી છૂટ્યોછે. તેની શોધખોળ પણ પોલીસ વિભાગે હાથ ધરીને ટ્રેન્કર ચાલકના ડ્રાઇવર દ્વારા કાબુ ગુમાવવામાં આવતા આ અકસ્માત સર્જાયા હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે.

ADVERTISEMENT

મૃતક પરિવાર મોરબી જિલ્લાનો – ટ્રેન્કર ચાલકે 4 જિંદગીના દિપક ઓલવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટડીના જૈનાબાદ ગામ નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે પોલીસ ઘટના સ્થળે દોડી જે આ મુદ્દે તપાસ કરવામાં આવતા મોરબી નો પરિવાર લૌકીક જઈ રહ્યો હોય તે દરમિયાન જૈનાબાદ થી એક કિલોમીટર દુર રસુલા બાદ ગામ નજીકના અકસ્માત સર્જાયા હોવાનું બહાર આવ્યું છે ટ્રેન્કર ચાલક બેફામ રીતે વાહન ચલાવી અને સામેથી આવતીકારને ટક્કર લગાવી છે જોકે અકસ્માતના મામલે ગાડીમાં સવાર તમામ લોકોના મોત નીપાજયા હોવાના મામલે હજુ સુધી કોઈ વધુ નામો બહાર આવ્યા નથી મૃતકોની વધુ વિગતો પણ સામે આવ્યું નથી.

Kutch News: ભાડે લીધી 11 કાર અને 4 કાર વેચી દીધી બારોબાર, ભાડુ તો ના ચુકવ્યું અને ગાડી પણ ગઈ

કારના બારણાં ચીરી અને ડેડબોડીઓ બહાર કાઢવામાં આવી

મોરબી થી અમદાવાદ જતા સમયે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માત એટલો ભયજનક હતો કે કાર પલટી ખાઈ અને બાજુમાં આવેલી ખાય પટકાઈ છે અને કારમાં સવાર તમામ લોકોના મોત નીપજવા પામ્યા છે ઉલ્લેખનીય છે કે તમામ લોકોએ સફેદ કપડાં પહેર્યા હોવાના કારણે અમદાવાદ ખાતે લોકીકે જતા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે ગમક્વાર અકસ્માતમાં કાર ના બારણા તોડી અને ત્યારબાદ તમામ ડેડબોડી બહાર કાઢવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

ADVERTISEMENT

તમામ મૃતકોની ડેડબોડી પાટડી સરકારી હોસ્પિટલમાં લઈ જવાઇ

જૈના બાદ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજવા પામ્યા છે મૃતકો તમામ મોરબીના હોવાનું પોલીસ વિભાગનું કહેવું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તમામ મૃતદેહો 108 મારફતે પાટડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે મોરબી થી અમદાવાદ જતા સમયે આ અકસ્માત થયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સવારે મોરબી થી આ પરિવાર અમદાવાદ ખાતે નીકળ્યો હતો અને જૈના બાદ ગામથી એક કિલોમીટર દૂર આ અકસ્માત સર્જાયો છે પોલીસ વિભાગની ટીમ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે તમામના અમૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

ADVERTISEMENT

દશાડા પાટડી હાઇવે પર એક વર્ષમાં 20 થી વધુ લોકોના અકસ્માતમાં મોત

દસાડા પાટડી હાઇવે રક્તરંજીત છેલ્લા એક વર્ષમાં સાબિત થયો છે. છેલ્લા એક વર્ષમાં આ હાઇવે ઉપર અકસ્માતમાં જ 20 લોકોના મોત નીપજવા પામ્યા છે. રોજબરોજ હાઇવે ઉપર નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ આજે જે અકસ્માત સર્જાયો છે તે ગંભીર અકસ્માત ગણી શકાય ટેન્કર ચાલક ના વાંકે ચાર જિંદગી મોતમાં હોમાઈ છે જોકે આ મુદ્દે ટેન્કર સામે કડક કાર્યવાહી થવી જોઈએ છેલ્લા એક વર્ષમાં આ હાઇવે ઉપર 20થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આ હાઇવે ઉપર યોગ્ય સ્પીડ બ્રેકરો લગાવવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે.

મરણ જનાર ચાર લોકો

(1) ઇન્દ્રજીતસિંહ જટુબા ઝાલા
રહે.મોડપર મોરબી
(2) મુકતરાજ કલુભા ઝાલા
રહે. મોડપર મોરબી
(3) સિધ્ધરાજસિંહ પાચુભા જાડેજા
રહે. વીરપરડા મોરબી
(4) વિજયભાઇ મોમજીભાઇ
રહે. ઇન્દીરાનગર મોરબી

(સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp

    ADVERTISEMENT