Surendranagar News: ગેરકાયદે કોલસાની ખાણમાં 4 મજુરો દટાતા મોત, 5 દિવસથી બનતી ઘટનાઓથી લોકોમાં રોષ
Surendranagar News: સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખનીજ ખાણમાં દટાયેલા વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. બે યુવકોના મોત બાદ સુરેન્દ્રનગરના થાન પંથકમાં ખનીજ માફિયાઓ સામે…
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખનીજ ખાણમાં દટાયેલા વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. બે યુવકોના મોત બાદ સુરેન્દ્રનગરના થાન પંથકમાં ખનીજ માફિયાઓ સામે રોષ વ્યાપ્યો છે. ગેરકાયદે ચાલતી ખનીજ ખાણો જાણે કે સ્મશાનઘાટ બની ગઈ છે.
Harsh Sanghavi Body Guard: હર્ષ સંઘવીના બોર્ડી ગાર્ડે MLAનું બાવળું પકડી ખેંચ્યા તો…
છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવાનોના મોત
સુરેન્દ્રનગરમાં થાન પંથકમાં ચાલી રહેલી ગેરકાયદે ચાલતી ખનીજ ખાણો સ્મશાનઘાટ બની રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવાનોના મોત થયા બાદ પોલીસે પણ કોઈ કાર્યવાહી કરી ના હોવાના આરોપ લાગી રહ્યા છે. મૃતક યુવકોના પરિજનોને 2.5 લાખ આપીને ચૂપ કરી દીધા હોવાનો સ્થાનિક આગેવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. મૃતક યુવકોના મૃતદેહો પણ પોસ્ટ મોર્ટમ વગર જ ખનીજ માફિયાઓ દ્વારા અગ્નીસંસ્કાર કરી નાખ્યાના દાવા કરાઈ રહ્યા છે. પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આરોપ લાગી રહ્યા છે. તેઓ આ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસવડા અને કલેક્ટરને માગ કરી રહ્યા છે. જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આરોપ એવા પણ લાગી રહ્યા છે કે આવી પાંચ દિવસમાં ત્રણ ઘટનાઓ બની છે જેમાં વ્યક્તિઓના જીવ ગયા હોય.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT