સુરેન્દ્રનગરઃ ઢોલીઓ પર રૂપિયા ઉડાવ્યા, BJP ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં વઢવાણ બેઠકના ભાજપના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. આ બેઠક પરના ભાજપ ઉમેદવાર આજે ગુરુવારે સવારે જ્યારે મતદાન કરવા બુથ પર પહોંચ્યા ત્યારે તેઓ ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા અને તેમણે આ દરમિયાન ઢોલીઓ પર નોટો ઉડાડી હોવાને કારણે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.

વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવારે કરી ફરિયાદ
સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભા બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાનમાં આ બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણા સામે આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર જયેશ ચૌહાણ દ્વારા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી, ડીએસપી અને ચૂંટણી પંચને જગદીશ મકવાણા વિરુદ્ધની ફરિયાદ કરી છે.


શું બની ઘટના
બાબત એવી છે કે, વઢવાણ બેઠકના રતનપર વિસ્તારમાં શાળા નંબર 10 પર આજે સવારથી મતદારો મતદાન કરી રહ્યા હતા. દરમિયાન મતદારોની સાથે સાથે ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણા પણ અહીં મતદાન કરવા આવ્યા હતા. જોકે જગદીશ મકવાણા અહીં ઢોલ અને નગારા લઈને આવ્યા હતા. તેમના સાથે સરઘસ આવતા રજવાડી સાફા અને ઢોલ સાથે તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. દરમિયાન ઢોલીઓ પર રુપીયા ઉડાવતો તેમનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેને કારણે જયેશભાઈએ જગદીશ મકવાણાની ઉમેદવારી રદ્દ કરવાની માગ કરતી ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરી હતી.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

    follow whatsapp

    ADVERTISEMENT