સુરેન્દ્રનગર ડબલ મર્ડર કેસ: પરિવારે 30 કલાક બાદ પણ મૃતદેહો ન સ્વીકાર્યા, મંત્રી ભાનુબેન બાબરીયા સમજાવવા દોડ્યા
સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના ચૂડામાં આવેલા સમઢિયાળા ગામમાં ડબલ મર્ડરની ઘટનાને 30 કલાકથી વધુ સમય થઈ ગયા છતાં પીડિત પરિવાર દ્વારા મૃતદેહો સ્વીકારવામાં આવી રહ્યા છે.…
ADVERTISEMENT
સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના ચૂડામાં આવેલા સમઢિયાળા ગામમાં ડબલ મર્ડરની ઘટનાને 30 કલાકથી વધુ સમય થઈ ગયા છતાં પીડિત પરિવાર દ્વારા મૃતદેહો સ્વીકારવામાં આવી રહ્યા છે. એવામાં સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ગઈકાલે રાત્રે ગાંધી હોસ્પિટલ પહોંચ્યા હતા અને IG તથા કલેક્ટર સાથે વાત કરી હતી. ત્યારબાદ પીડિત પરિવારજનોને મળ્યા અને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા ડેડ બોડીનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. તો સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
ચુડાના બે PSI સસ્પેન્ડ કરાયા
આ મામલે ગઈકાલે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલાં લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન પીએસઆઈ જે.બી મીઠાપરા અને હાલના મહિલા પીએસઆઈ ટી.જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરાયો છે. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન પીએસઆઈ જે બી મીઠાપરા અને હાલના મહિલા પીએસઆઈ ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
મુલાકાતે આવેલા BJP ધારાસભ્યોનો થયો વિરોધ
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ભાજપના પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશ દલવાડી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ‘હાય રે ભાજપ… હાય… હાય…’ ના નારા લગાવી દલીત પરિવારોએ વિરોધ કર્યો હતો. લોકોએ બંને ધારાસભ્યોને કહ્યું કે, જો ભાજપના હોવાથી નેતા તરીકે આવ્યા હોય તો જતા રહો અને સમાજ તરીકે આવ્યા હોય તો રાજીનામું આપો’ કહીને ઉધડો લીધો હતો. જેથી બન્ને ધારાસભ્ય એ ચાલતી પકડી હતી.
ADVERTISEMENT
શું હતી ઘટના?
ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં સ્થાયી પારૂલબેન પરમાર જૂના વાડજ ખાતે રહે છે. બુધવારે સવારે પોતાના ગામમાં ગયા હતા. અહીં તેમની સાથે બે દિયર તથા બે દેરાણી હતા. તમામ ટ્રેક્ટરમાં બેસીને વાડીઓ ગયા અને પરત ફરતા સમયે અમરાભાઈ ખાચર, નાગભાઈ ખાચર સહિત 8 લોકો તથા અન્ય 15 લોકોનું ટોળું ધારિયા અને લાકડી લઈને તૂટી પડ્યું હતું અને તમામને માર માર્યો હતો. સાથે પારૂલબેનના બે નાના દીયર આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર પાસેથી 1 લાખ રૂપિયા જબરજસ્તી પડાવી લીધા હતા. બંને ભાઈઓને હુમલામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પીડિત પરિવારનો આરોપ છે કે, તેમના વડીલોની જમીન આરોપીઓ પચાવી પાડવા માગતા હતા અને અવારનવાર તેમને ધાકધમકી આપતા હતા. આ અંગે પરિવારે 6 જુલાઈ 2023ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટરને અરજી પણ આપી હતી અને તેનો કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હતો.
ADVERTISEMENT