સુરેન્દ્રનગરઃ ચામુંડા માતાજી મંદિર પાસે ફેરિયાઓ દ્વારા શ્રધ્ધાળુઓ સાથે દાદાગીરીનો કથિત Video વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ચામુંડ માતાજી મંદિર પાસે ફેરિયાઓ દ્વારા શ્રધ્ધાળુઓ સાથે દાદાગીરી કરવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફેરિયાઓ શ્રધ્ધાળુઓ પાસેથી પ્રસાદ અને નારીયેળ લેવા માટે દબાણ કરી રહ્યા છે. જો શ્રધ્ધાળુઓએ પ્રસાદ અને નારીયેળ ફેરિયાઓ પાસેથી ન લીધા તો તેઓ તેમની સાથે ગાળાગાળી કરવા લાગે છે.

સુરતમાં રેલવે પોલીસકર્મીની દાદાગીરી, વાહન ચાલકને લાફાવાળી કરતા મેહુલ બોઘરા મદદે આવ્યા

લોકોની શ્રદ્ધાનો લઈ રહ્યા છે આવો લાભ?

આ વીડિયોને જોઈને ઘણા લોકોએ ફેરિયાઓની નિંદા કરી છે. લોકોએ કહ્યું છે કે ફેરિયાઓ શ્રધ્ધાળુઓનો લાભ લઈ રહ્યા છે. લોકોએ પોલીસને આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાયરલ વીડિયો અંગે ચામુંડ માતાજી મંદિરના સંચાલકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે વીડિયો ક્યારનો છે તે અંગે પણ પુષ્ટી થઈ રહી નથી. ગુજરાત તક આ વીડિયોની પુષ્ટી કરતું નથી. વીડિયોને લઈને પ્રારંભીક મળી રહેલી જાણકારી પ્રમાણે યુવાનને જબરજસ્તી પ્રસાદ ખરીદવા માટે કહેવાતા યુવાને વીડિયો ઉતારી લીધો હોવાનું સામે આવી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT