સુરેન્દ્રનગરમાં રખડતા આખલાઓનો આતંકઃ વાહનોને લીધા અડફેટેઃ Video

ADVERTISEMENT

સુરેન્દ્રનગરના શહેરી વિસતારમાં અવારનવાર રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોને ઈજાઓનો ભોગ બનવું પડ્યું છે. રખડતા આખલાઓનો આતંક પણ અહીં યથાવત છે.
સુરેન્દ્રનગરના શહેરી વિસતારમાં અવારનવાર રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોને ઈજાઓનો ભોગ બનવું પડ્યું છે. રખડતા આખલાઓનો આતંક પણ અહીં યથાવત છે.
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના શહેરી વિસતારમાં અવારનવાર રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોને ઈજાઓનો ભોગ બનવું પડ્યું છે. રખડતા આખલાઓનો આતંક પણ અહીં યથાવત છે. સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ ખાતે આજે બુધવારે બે આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. રોડ વચ્ચે જ બંને આખલા બાખડતા વાહનોને રીતસર થોભી જવું પડ્યું હતું. લોકો પણ આખલાઓને છૂટા પાડાવા મથ્યા હતા. જોકે રસ્તા પરના અને પાર્ક કરેલા વાહનોને અડફેટે લઈ લીધા હતા.

ડીસા-રાધનપુર હાઈવે પર ચાલુ ટ્રકે ડ્રાઈવરને આવ્યો એટેકઃ મૃત્યુ

પાલિકાની કામગીરી પર સતત પ્રશ્નો
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકાની આખલા પકડવાની કામગીરી પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં રખડતા આખલાના આતંકને કારણે લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ પર આજે બે આખલા બાખડી પડ્યા હતા. આખલાના જંગનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આખલા વચ્ચે જંગ જામતા વાહનોએ રીતસર થોભી જવું પડ્યું હતું. જોકે આખલાઓના જંગને કારણે ત્યાં પાર્કિંગમાં ઊભા કરાયેલા વાહનોને નુકસાન થયું હતું. કારણ કે આખલાઓએ વાહનોને પણ અડફેટે લઈ લીધા હતા. જોકે સદનસીબે કોઈને ઈજા ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. આ તરફ પાલિકાના તંત્ર દ્વારા તાત્કાલીક આખલાઓને પાંજરે પુરવાની માગ પણ ઊભી થઈ હતી.

(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT