સુરેન્દ્રનગર: છોટાહાથી CNG કિટ ફાટતા પિતા-પુત્ર જીવતા ભડથુ થઇ ગયા
સુરેન્દ્રનગર : જિલ્લાના સાયલાના નવાગામ નજીક છોટાહાથીમાં અચાનક વિસ્ફોટ થતા પિતા-પુત્ર જીવતા ભડથુ થઇ ગયા હતા. આ ગોઝારી ઘટનાથી નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી…
ADVERTISEMENT
સુરેન્દ્રનગર : જિલ્લાના સાયલાના નવાગામ નજીક છોટાહાથીમાં અચાનક વિસ્ફોટ થતા પિતા-પુત્ર જીવતા ભડથુ થઇ ગયા હતા. આ ગોઝારી ઘટનાથી નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી છે. સાયલાના નવાગામ નજીક CNG છોટા હાથીમાં અચાનક આગ લાગી ગઇ હતી. છોટા હાથીમાં અચાનક વિસ્ફોટ થતા છોટા હાથીમાં બેઠેલા બંન્ને પિતા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામ પાસે અચાનક છોટા હાથી ટેમ્પોમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટથી પિતા પુત્રનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. નાનકડા ગામમાં બનેલી આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. આ ભયાનક વિસ્ફોટમાં પિતા-પુત્ર જીવતા ભડથુ થઇ ગયા હતા. જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર છોટાહાથી ટેમ્પોમાં ગેસનો બાટલો ફાટતા વીંછીયા તાલુકાના ચીરોડા ગામના લાલજીભાઇ મોતીભાઇ ખોરાણી અને અમિત લાલજીભાઇ ખોરાણી આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. ઘટનાને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પરિવારજનોમાં હાલ તો શોકની લાગણી ફેલાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT