સુરેન્દ્રનગરમાં ગુનેગારોને પોલીસનો પણ ખૌફ નહીં, ઘરમાં ઘુસીને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ
Surendranagar News: સુરેન્દ્રનગરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. શહેરમાં લુખ્ખા તત્વોને હવે પોલીસ કે કાયદાનો પણ ડર ન હોય એમ ઘરમાં ઘુસીને યુવતીઓની લાજ…
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. શહેરમાં લુખ્ખા તત્વોને હવે પોલીસ કે કાયદાનો પણ ડર ન હોય એમ ઘરમાં ઘુસીને યુવતીઓની લાજ લૂંટી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 15 વર્ષની સગીરા ઘરે એકલી હતી ત્યારે યુવકે ઘરમાં ઘુસીને લાજ લૂંટી હતી. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પિતા બહાર જતા દીકરી ઘરે એકલી હતી
વિગતો મુજબ, સુરેન્દ્રનગરમાં 15 વર્ષની સગીરા ભૂજની હોસ્ટેલમાં રહીને ધોરણ 10નો અભ્યાસ કરી રહી છે. કોઈ કામથી સગીરા સુરેન્દ્રનગર પોતાના ઘરે આવી હતી. સગીરાના પિતાએ પોલીસમાં જણાવેલી ફરિયાદ મુજબ, તેઓ કોઈ કામથી 20 ડિસેમ્બરે બહાર ગયા હતા અને તેમની દીકરી ઘરે એકલી હતી. ત્યારે ધ્રાંગધ્રાનો કૈલાશ વાઘેલા નામનો યુવક તેમના ઘરમાં ઘુસી ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો.
આરોપી વિરુદ્ધ પોલીસમાં કરી ફરિયાદ
જોકે સગીરાના પિતા ઘરે આવી જતા તેમણે આરોપીને ગંદુ કામ કરતા જોઈ જતા સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે ઘરમાં પણ દીકરીઓ હવે સુરક્ષિત નથી રહી. સુરેન્દ્રનગરમાં બનેલી આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT