Surat Viral News: ફોટો પડાવવા આવેલા કોંગ્રેસ નેતા સાથે ભાજપના બે નેતાએ શું કર્યું? જુઓ Video
Surat Viral News: તમે ઘણી વખત જોયું હશે કે મોટા ફિલ્મ સ્ટાર્સ, સેલેબ્રિટિઝના ખભે જ્યારે કોઈ કે જેને તેઓ નાનો માણસ (અહીં નાનો એટલે કદમાં…
ADVERTISEMENT
Surat Viral News: તમે ઘણી વખત જોયું હશે કે મોટા ફિલ્મ સ્ટાર્સ, સેલેબ્રિટિઝના ખભે જ્યારે કોઈ કે જેને તેઓ નાનો માણસ (અહીં નાનો એટલે કદમાં નહીં) ગણતા હોય તે ફોટો પડાવતી વખતે ખભે હાથ મુકે તો તે ગમતું નથી. ખભે હાથ મુકાવાથી પોતાની નાનપ દેખાય તેવું તેઓ ક્યારેય ઈચ્છતા નથી. જેના કારણે તેઓ પોતાના ખભે હાથ મુકનારની સાથે અછાજતું વર્તન પણ કરી દેતા હોય છે. ઘણા લોકો આ માનસિકતાના શિકાર બન્યા છે અને આજે તો કોંગ્રેસના નેતાને જ આ માનસિકતાનો શિકાર બનવું પડ્યું હોય તેવું દેખાય છે.
Chandrayaan 3: Gujarat મુલાકાતે આવેલા ISRO પ્રમુખે આપ્યા ખુશખબર
સુરતમાં સી આર પાટીલ અને હર્ષ સંઘવીએ શું કર્યું?
ગણેશ ઉત્સવ વિસર્જનની શરૂઆત કરાવા માટે ભાજપ પ્રદેશ સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ કાંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરઝાદા સુરતના ભાગળ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે કદીર પીરઝાદાએ હર્ષ સંઘવીને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. દરમિયાન હર્ષ સંઘવીએ હાર તો તરત જ ઉતારી દીધો હતો જયારે કદીર પીરજાદાએ બંને નેતાઓ સાથે ફોટો પડાવવા માટે હાથ લગાવ્યો હતો ત્યારે ભાજપના બંને નેતાઓ હાથ ખંખેરતા નજરે પડ્યા હતા. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT