‘5 લાખ રૂપિયા ચાહિયે વરના 24 ઘંટે મેં તેરા મર્ડર હો જાયેગા’ સુરતના કાપડ વેપારીને બિશ્નોઈ ગેંગની ધમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે એ વાત સૌ કોઈ જાણે છે. લોરેન્સની ગેંગના નામથી સુરતમાં કાપડની દુકાન ધરાવતા વેપારીને પાંચ લાખની ખંડળી માંગીને જાનથી મારને મારી નાખવાની ધમકી અપાઈ છે. ફોન કરનારા વ્યક્તિએ કહ્યું છે કે, જો 24 કલાકમાં તમે પાંચ લાખની નહીં આપો તો તમારું મર્ડર થઈ જશે. ધમકીથી ગભરાયેલા કાપડ વેપારીએ આ બાબતે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બિશ્નોઈ ગેંગની સુરતના વેપારીને ધમકી
પંજાબના જાણીતા સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યામાં જેનું નામ બહાર આવ્યું છે, તેમજ બોલિવુડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે લોરેન્સ બીશ્નોઈની આ ગેંગના માણસ તરીકેની ઓળખ આપી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા તુલસી આર્કેડમાં ઓનલાઇન કાપડનો વેપાર કરતા કેતનભાઇ ચૌહાણ નામના કાપડ વેપારીને લોરેન્સ બીસ્નોઇ ગેંગ તરફથી ખંડણી સાથે હત્યા સુધીની ધમકી મળી છે.

5 લાખ રૂપિયાની ખંડણી માગી
ગત 16 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા બાદ વેપારીને વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે લોરેન્સ બિસ્નોઈ ગ્રુપમાંથી સુખા સોપુ હોવાનું કહ્યું હતું. વેપારીએ કોણ લોરેન્સ બિસ્નોઈ એમ પૂછતાં ફોન કરનારે કહ્યું, અભી સિદ્ધુ મુસેવાલા કા મર્ડર કિયા હૈ ના વો લોરેન્સ બીસ્નોઈ. તેમ કહી ‘5 લાખ રૂપિયા ચાહિયે વરના 24 ઘંટે મેં તેરા મર્ડર હો જાયેગા’ ધમકીઓ આપી હતી. અત્યારે વેપારીએ ધમકી આપનારને કહ્યું કે, હું તો સામાન્ય નોકરી કરું છું મારી પાસે પાંચ લાખ રૂપિયા નથી. આટલું સાંભળતા ફોન કાપી નાખ્યો હતો.લોરેન્સ બિસ્નોઈના નામે વેપારીને ધમકી ભર્યો ભર્યો ફોન આવતા વેપારી કેતન ચૌહાણે શરૂઆતમાં તો તેને આ ફોન ખૂબ જ સહજતાથી લીધો હતો.

ADVERTISEMENT

ડરના માર્યા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
વેપારીને લોરેન્સ બીસ્નોઈ અંગે કોઈ જાણ ન હતી જેથી ફોન પર જ પૂછ્યું હતું કે કોણ છે લોરેન્સ બિસ્નોઇ. પરંતુ ધમકીનો ફોન પૂરો થઈ ગયા બાદ આ અંગે વેપારીએ તેના મિત્રોને જાણ કરી હતી અને સોશિયલ મીડિયામાં તેના અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સિદ્ધુ મૂસેવાલા અને સલમાન ખાનને ધમકી આપનાર ખુખાર ગેંગસ્ટર છે. જેને લઇ વેપારી ચિંતામાં મુકાયા હતા. અને ત્યારબાદ તેને ગભરાટ થઈ હતી અને વેપારીએ સુરત ના વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT