Surat Rain News: થોડા સમયના વરસાદમાં સુરતમાં ભરાયા પાણી, ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat Rain News: સુરતમાં સામાન્ય વરસાદમાં પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે. ઘણીવાર તો જો ધોધમાર વરસાદ પડી જાય તો લોકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની જાય છે. આજે મંગળવારે થોડાક અમથા સમય માટે ધોધમાર વરસાદ ખાબક્યો જેને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. આ કહાની લગભગ દરેક મોટા શહેરોની બનતી જાય છે જે ચિંતાનો વિષય છે.

જૂનાગઢમાં માતાએ નહાવાનું કહેતા 5 વર્ષનું બાળક કારમાં છુપાઈ ગયું, ગૂંગળાઈ જતા મોત

ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ

સુરતના અનેક વિસ્તારોમાં આજરોજ બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે રસ્તા ઉપર આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. ઉધના નવસારી રોડની જો વાત કરીએ તો અહીંના ઉધના દરવાજા પાસે રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. જેમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ રોડ ઉપર બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. મંગળવાર બપોરે અચાનક જ પડેલા ભારે વરસાદના કારણે સુરતીઓને થોડી તકલીફો તો પડી હતી પરંતુ ગરમીથી પણ મોટી લોકોને રાહત મળી હતી.

ADVERTISEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT