ના હોય! સુરતના પોશ વિસ્તારમાં 510 કરોડમાં વેચાઈ મોકાની જમીન, જાણો કોણે કરી આટલી મોંઘી ડીલ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતી ડાયમંડ સિટી સુરતમાં સ્ટેમ્પ ડ્યૂટી વિભાગને અત્યાર સુધીનો સૌથી મોંઘો મિલકતનો દસ્તાવેજ મળ્યો છે. ચમકદાર હીરા અને કાપડ માટે જાણીતા સુરતમાં રૂ.510 કરોડની કિંમતની જમીનની ડીલ થઈ છે. આ માટે દસ્તાવેજની નોંધણી અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે પણ કરોડોની કિંમત ચૂકવવામાં આવી છે.

સુરતમાં ક્યાં વેચાઈ 500 કરોડની જમીન?
સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આવેલા પોશ વિસ્તાર એવા અલથાણ નજીક 7.22 એકરની મોકાની જમીન રૂ.510 કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ ડીલ દિલ્હી સ્થિત ફિનિક્સ મિલ્સે કરી છે. આ જમીનની માલિકી રાજેન્દ્ર શાહની આગેવાની હેઠળની ભાગીદારીમાં હતી. જમીનની ખરીદી બાદ કંપનીએ મિકલતના દસ્તાવેજની નોંધણી અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે જ રૂ.30 કરોડ ચૂકવ્યા હતા. અલથાણની આ જમીન પર દિલ્હીની કંપની મોટું કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરી રહી છે. જેને વર્ષ 2026-27 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

સુરતમાં 1 વર્ષમાં સરકારને 1200 કરોડની આવક
નોંધનીય છે કે સુરત શહેર અને જિલ્લામાં આવેલી 19 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીન, મિલકતના દસ્તાવેજો નોંધવામાં આવે છે. સુરતમાં શહેર અને જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં જ 1.66 લાખ જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ છે. જેનાથી સરકારને કુલ 1202 કરોડ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી દ્વારા આવક થઈ છે. જેમાં અલથાણ નજીકના 7 એકરનો પ્લોટ થકી જ રૂ.30 કરોડ જેટલી આવત થઈ હતી. આગામી 15મી એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવતી હોવાના કારણે સુરતમાં માર્ચ મહિનામાં જ 30 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે, જેનાથી નોંધણી ફીમાં 42 કરોડ અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે 252 કરોડની આવક થઈ હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT