સુરતમાં રાત્રે વરસાદની બેટિંગઃ કોર્પોરેશનના વહીવટની ખુલી પોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ ચોમાસાની શરૂઆતના બીજા દિવસે સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ક્યાંક મોટરસાઈકલ પાણીમાં ગરકાવ જોવા મળી હતી તો ક્યાંક દુકાનોની ખુરશીઓ. અત્યારે તો ચોમાસાનો પૂરો વરસાદ આવવાનો બાકી છે અને જો બીજા જ દિવસના વરસાદમાં સુરત શહેરની આ હાલત થશે તો ભવિષ્યમાં શું સ્થિતિ હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

પોશ વિસ્તારો પણ ના રહ્યા બાકી
સુરત શહેરમાં મંગળવારે રાત્રે મેઘાએ જોરદાર બેટિંગ શરૂ કરી હતી. દરેક જગ્યાએ લોકો ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. સુરતના લોકો પણ કમોસમી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાના બીજા દિવસે પણ સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે સ્વાભાવિક રીતે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના પોશ વિસ્તારનો ઘોડદોડ રોડ હોય કે પછી ઉધના અને ડિંડોલી વિસ્તારના રસ્તાઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભાવનગરઃ વરસાદમાં ન્હાવા જતા અગાસીની છત તૂટી, બે બાળકો લોહી લુહાણ

પ્રિ-મોનસૂન પ્લાન પર સવાલો
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ એવી બની છે કે એક આઈસ્ક્રીમની દુકાન અને ચાઈનીઝ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી મોટરસાઈકલ અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ જોવા મળી હતી અને દુકાનદારો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા. જેથી ત્યાં કામ કરતા કામદારો ગટર ખુલ્લી કરી પાણી કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ચોમાસાના બીજા દિવસે વરસાદના દિવસે સુરતની આ હાલત છે, તો હજુ સુધી વરસાદની આખી સિઝન બાકી છે ત્યારે શું થશે તમે કલ્પના કરી શકો છો. ચોમાસાના બીજા દિવસે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કાર્યવાહી પર પણ સવાલો ઊભા કર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT