વ્યાજખોર સામે સુરત પોલીસની લાલઆંખ, Surat AAP મહિલા મોરચા પ્રમુખના પતિની વધી શકે છે મુશ્કેલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ, સુરત: શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. સુરતમાં ઊંચા દરે વ્યાજના નામે લોકોને હેરાન કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસ એક્શન મોડ પર આવી છે. સુરત પોલીસ દ્વારા ડ્રગ્સની જેમ વ્યાજખોરો સામે પણ મુહિમ ઉપાડી છે. જે અંતર્ગત પોલીસ વ્યાજખોરોના આતંક વિરુધ સામૂહિક કેસ કરી રહી છે. અગાઉ ઝોન 5ના પોલીસ મથકમાં પોલીસે એક સાથે અનેક વ્યાજખોરો સામે કેસ કર્યા હતા અને અનેકની ધરપકડ કરી હતી. ત્યારે હવે સુરત પોલીસ ઝોન 4માં આવેલ ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકના વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં કુલ 14 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધાયો છે

 વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા
સુરત શહેર પોલીસની ઝોન ફોર અંતર્ગત આવતા પોલીસ મથકમાં આજે પોલીસે ખૂબ જ મોટી વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. વ્યાજના ચંગુલમાં ફસાયેલા જરૂરિયાત મંદ લોકોની અવારનવાર પોલીસ પાસે આવતી ફરિયાદોને ધ્યાને રાખી ઝોન ફોરમાં આવેલ પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં વ્યાજખોરોના ફરિયાદ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક સાથે બંને પોલીસ મથકો મળીને 14 જેટલા વ્યાજખોરો સામે એક સાથે ગુના નોંધ્યા છે. જેમાં આ વ્યાજખોરો મુદ્દલ પર બમણાથી પણ ત્રણ ગણું વ્યાજ વસૂલી લોકોને હેરાન પરેશાન કરતા હતા. આ તમામ વ્યાજખોરો મળી 19 લાખ 51 હજારનું ધિરાણ કરી તેની સામે 37 લાખ 10 હજાર 100 નું તો માત્ર વ્યાજ જ વસૂલ કરી ઉઘરાણી કરતા હતા. આ અસહિય વ્યાજની રકમ મેવવા માટે રૂપિયા આપનારને પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હતા. જેમની સામે પોલીસે એક સાથે કાર્યવાહી કરી 12 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

મહિને દોઢ ટકાથી વધુ વ્યાજ લઈ શકાય નહીં
સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે એક સાથે કાર્યવાહી કરાયા બાદ આ અંગે પોલીસ કમિશનર અજય કુમાર ઉંમરે માહિતી આપતા જણાવ્યું હતું કે વ્યાજ પર ધિરાણ કરવાનો ધંધો લોકો કરી શકે છે પરંતુ તેના પણ કેટલાક ધારા ધોરણો અને નિયમો છે. કોઈપણ વ્યક્તિ કોઈની પણ પાસેથી વાર્ષિક 18% એટલે કે મહિને દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલી શકતો નથી. પરંતુ અહીં તો મહિને પાંચ ટકાથી લઈ સો ટકા સુધીનું વ્યાજ વસૂલાત કરવામાં આવે છે. લોકો આર્થિક ભીંસમાં  આવીને મહામુસીબતમાં મુકાયા હોય ત્યારે ન છૂટકે વ્યાજે રૂપિયા લેતા હોય છે. અને આવા લોકોનો લાભ આવા વ્યાજખોરો ઉપાડે છે. આવા જરૂરિયાતમંદ લોકો એક વાર રૂપિયા લીધા બાદ આજીવન વ્યાજના ચંગુલમાં જ ધકેલાયા કરે છે. જેથી

ADVERTISEMENT

અધધ 5% થી લઈ 100 ટકા સુધીનું વ્યાજ વસૂલતા
પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં આવેલી વ્યાજખોરો સામેની તમામ ફરિયાદોમાં પોલીસે એક સાથે કાર્યવાહી કરી છે. બંને પોલીસ મથક વિસ્તારમાં ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરોએ જરૂરિયાતમંદ ફરિયાદીઓને  કુલ 19,51,000નું અલગ અલગ વ્યાજખોરોએ અલગ અલગ ભોગ બનનાર પાસેથી પાંચ ટકાથી લઈને સો ટકા સુધીનું વ્યાજ વસૂલ કરી રહ્યા છે. અને આ તમામે વ્યાજ પેટે અત્યાર સુધીમાં કુલ 37,10,100 જેટલા મતદાર રૂપિયા વસૂલ કરી લીધા છે અને હજુ પણ ફરિયાદીઓ પાસે વ્યાજ વસૂલ કરવામાં આવે છે. મુદ્દલ તો ઊભીને ઉભી જ રહે છે. જેને લઇ વ્યાજખોરો વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ મથકમાં કુલ 11 તથા કઠોદરા પોલીસ મથકમાં કુલ ત્રણ ગુનાઓ મળી 14 ગુનાઓ એક સાથે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને વ્યાજના ચંગોલમાં ફસાયેલા ભોગ બનનારને બહાર કાઢવાની સુરત પોલીસ મુહિમ ઉપાડી રહી છે.

આપ મહિલા મોરચાના પ્રમુખના પતિ સામે ગુનો નોંધાયો
પોલીસની વ્યાજખોરોની આ કાર્યવાહી સામે સુરત આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધાયો છે. મહિલા મોરચાના પ્રમુખના પતિ ગૌતમ પટેલ સામે પાંડેસરા પોલીસ મથકમાં ઊંચું અને ગેરકાયદેસર રીતે વ્યાજ લઈ પઠાણી ઉઘરાણી કરવાનો ગુનો નોંધાયો છે. હાલ સુરત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે પોલીસે આપના મહિલા મોરચાના પ્રમુખના પતિની ધરપકડ કરી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આવનારા સમયમાં ગૌતમ પટેલની પણ ધરપકડ થઈ શકે છે. હાલ ગૌતમ પટેલ ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT