Mehul Boghra પર હુમલા બાદ સુરત પોલીસને સપાટો, એક જ દિવસમાં 37 TRB જવાનોને સસ્પેન્ડ કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર જીવલેણ હુમલા બાદ શહેર પોલીસ દ્વારા TRB જવાન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જ વરાછામાં ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી બાદ આજે સુરત શહેર પોલીસે એક સાથે 37 TRB જવાનોને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ફરજમાં બેદરકારી દાખવનારા 37 TRB સસ્પેન્ડ
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકો સાથે ગેરવર્તન, ભ્રષ્ટાચાર અને સતત ગેરહાજરીની ફરિયાદો થઈ હોય તેવા 37 TRB જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ નિર્ણય ટ્રાફિક સેક્ટર-1ની કચેરીના નાયબ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. આ સસ્પેન્ડ કરાયેલા TRB જવાનોમાંથી મોટાભાગના કતારગામ વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રાફિક બ્રિગેડ-પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
ટ્રાફિક નિયમન તેમજ ટ્રાફિક કર્મચારીને લગતી કોઈપણ રજૂઆત માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન નંબર 7434095555 પર સંપર્ક કરવા લોકોને કહેવાયું છે. આ પહેલા સોમવારે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા હતા. જેમાં પોલીસ અને ટીઆરબી દ્વારા ગેરવર્તણુક સંદર્ભમાં પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર, તથા 0261-2241301-302-303-0261-26666657 અને મોબાઈલ નંબર-74340 95555 અને 90819 91100 વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

અગાઉ 9 TRB સસ્પેન્ડ કર્યા હતા
નોંધનીય છે કે, એડવોકેલ મેહુલ બોઘરા પર હુમલાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું. આ મામલે ફરજમાં બેદરકારી દાખવનારા 9 જેટલા TRB જવાનો વિરુદ્ધ પગલા લેતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT