દિવાળીમાં સુરતમાં ડ્રગ્સની ડિમાન્ડ વધી, ભાવ વધ્યોઃ નફો કમાવા નિકળેલા આ ચારની હાલત બગડી સમજો

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરત પોલીસની એસઓજી ટીમ દ્વારા આજે મંગળવારે ચેકપોસ્ટ પરથી 60 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી મોબાઈલ ફોન્સ, કાર અને રોકડ રૂપિયા મળી કુલ 66.67 લાખ રૂપિયાની મત્તા જપ્ત કરી લીધી છે. આ શખ્સો મુંબઈથી ડ્રગ્સ લઈ ગુજરાતમાં આવી પહોંચ્યા હતા અને સુરત પોલીસની તત્પરતાને પગલે આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસને તેમની સાથેની પુછપરછમાં કેટલીક મહત્વની માહિતીઓ હાથ લાગી હતી.

પોલીસે વોચ ગોઠવી
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત પોલીસની એસઓજી ટીમે સુરતના સચિન પોલીસ મથકની હદમાં આવતા કલ્પેઠા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી એક સ્વીફ્ટ કાર અંગે એસઓજીની ટુકડીને બાતમી મળી હતી. માહિતી એવી હતી કે સુરત કોટ વિસ્તારમાં રહેતા ચાર શખ્સો મહારાષ્ટ્ર મુંબઈથી મેફેડ્રોન (એમડી) ડ્રગ્સની હેરાફેરી કરે છે. તેઓ હાલ મુંબઈથી જથ્થો લઈને ગુજરાત આવી રહ્યા છે. પોલીસે આ વિગતોને આધારે વોચ ગોઠવી દીધી.

કોણ કોણ પકડાયું
જોકે આ ચારેય ડ્રગ્સ પેડલર્સ ગુજરાતમાં પોતાનો નશાનો કારોબાર વધુ ફેલાવે તે પહેલા પોલીસના હાથે ચઢી ગયા હતા. પોલીસે આ ગુનામાં અઝહરુદ્દીન ઉર્ફે કેલા હસનોદ્દીન શેખ (ઉં. 27, રહે. સુરત, નાનપુરા), મો. રિજવાન ઉર્ફે સ્માર્ટી મો. અલી શેખ (ઉં. 25, રહે. રુદરપુરા આઠવા, સુરત), મો. તોહિદ મો.આરીફ શેખ (ઉં. 22, રહે. નાનપુરા, સુરત) અને ઈમરોજ ઈદ્રીશ શેખ (ઉં. 27, રહે. નાનપુરા, સુરત)ને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ જેનું વજન 590 ગ્રામ હતું અને જેની બજારમાં કિંમત રૂપિયા 59,00,000 જેટલી છે તે ડ્રગ્સ તો જપ્ત કર્યું જ પરંતુ તે સાથે તેમની પાસે રહેલા 7 મોબાઈલ, રોકડા રૂપિયા 47950 અને બ્લેક સ્વીફ્ટ કાર જી જે 21 સીએ 2538, પ્લાસ્ટીક બેગ્સ મળી કુલ 66,67,950 રૂપિયાનો જથ્થો જપ્ત કરી લીધો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

પુછપરછમાં પોલીસને જાણવા મળી આ વિગતો
આ મામલામાં પોલીસે જ્યારે તે શખ્સોની પુછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે, સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના કેસમાં માફિયાઓને જેલમાં ધકેલી દેતા નાર્કોટિક્સ કે ડ્રગ્સ ઘુસાડવું અઘરું બની ગયું હતું તેના કારણે ડ્રગ્સની અછત થઈ ગઈ અને ડિમાન્ડને પુરી પાડવમાં છૂટકનો ભાવ વધી ગયો હતો. જેને પગલે હાલમાં દિવાળી પણ છે તો તહેવારમાં ડ્રગ્સ વેચીને નફો મેળવવાના ઈરાદાથી ચારેય શખ્સોએ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું હતું. મુંબઈથી વોન્ટેડ આરોપીઓ પાસૈથી ડ્રગ્સનો જથ્થો મેળવી સુરતમાં આ ડ્રગ્સનો જથ્થો વોન્ટેડ આરોપીઓને ડિલિવરી કરવાનો હતો જેના માટે તે મુબઈથી ગાડીમાં ડ્રગ્સ સંતાડીને નિકળ્યા હતા અને સુરતમાં ઘુસાડવાના હતા. જોકે તે પહેલા જ પકડાઈ ગયા હતા. પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT