મલાઇખોર: પોલીસ કર્મચારી વ્યાજના ચક્કરમાં ફસાયો છતા પોલીસ કાર્યવાહી નથી કરતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : વ્યાજખોરોના ચક્કરમાં હવે ખુદ પોલીસ પણ ફસાઇ ચુકી છે. સુરત પોલીસ વિભાગમાં જ કામ કરતો એક કર્મચારી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે. સુરત ગ્રામ્ય પોલીસમાં છેલ્લા પાંચ વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવે છે. બલવંતે 2013 માં માતાનો અકસ્માત થતા તેમની સારવાર માટે વ્યાજે પૈસા લીધા હતા. જો કે ત્યાર બાદ તે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો હતો. વ્યાજખોરોએ તેના મકાન પર કબજો કરી લીધો હતો અને તે વ્યક્તિ રસ્તા પર આવી ગયો હતો.

મોટો કાંડ બને ત્યારે પોલીસ સફાળી જાગી જાય છે
રાજ્ય સરકારના આદેશ છતા પણ પોલીસ વ્યાજખોરો સામે કોઇ કાર્યવાહી નથી કરી રહી. વ્યાજખોરોએ તેના મકાન પર પણ કબજો કરી લીધો છે. જેના કારણે તે રસ્તા પર રઝળતો થયો છે. પોલીસ વિભાગ પણ 8 વર્ષથી તેની ફરિયાદ નથી સાંભળતો. લોકોને ન્યાય અપાવતા પોલીસ વિભાગનો જ કર્મચારી પોતે ન્યાય માટે રઝળી રહ્યો છે.

પોલીસ હવે સેલ્સમેનની જેમ કામ કરવા લાગી
સુરત પોલીસે જ્યારે આદેશ થયો ત્યારે જાણે સેલ્સમેનને ટાર્ગેટ મળ્યો હોય તે રીતે કાર્યવાહી કરતા 40 કરતા વધારે ગુના દાખલ કરીને રેકોર્ડ સર્જ્યો હતો. જોકે ટાર્ગેટ પુર્ણ થયા બાદ ફરી મલાઇ ચાલુ થઇ જતા પોલીસ હવે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહી. પોલીસ વિભાગનો પોતાનો કર્મચારી ફસાયો હોવા છતા કાર્યવાહી કરવામાં નથી આવી રહી. 2014 થી અત્યાર સુધીમાં 8 થી પણ વધારે વખત ફરિયાદો થઇ હોવા છતા કોઇ કાર્યવાહી થઇ નથી. મકાન પર વ્યાજખોરોનો કબજો હોવાના કારણે તે રોડ પર રઝળી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT