સુરત કોર્ટની બહાર જ 15થી વધુ ઘા મારી યુવકનું કાસળ કાઢી નાખ્યુંઃ નાકાબંધી પહેલા જ શખ્સો ફરાર

ADVERTISEMENT

સુરત કોર્ટની બહાર જ 15થી વધુ ઘા મારી યુવકનું કાસળ કાઢી નાખ્યુંઃ નાકાબંધી પહેલા જ શખ્સો ફરાર
સુરત કોર્ટની બહાર જ 15થી વધુ ઘા મારી યુવકનું કાસળ કાઢી નાખ્યુંઃ નાકાબંધી પહેલા જ શખ્સો ફરાર
social share
google news

સુરતઃ સુરત શહેરમાં ગુંડાતત્વોનો આતંક વધી રહ્યો છે. સુરત પોલીસ પર સતત આ પ્રકારની ઘટનાઓને લઈન લાંછન લાગી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતની કોર્ટની માત્ર 200 મીટર જેટલા જ અંતરમાં ઘટી છે. સુરત કોર્ટમાં તારીખ ભરવા આવેલા યુવકને કોર્ટની બહાર જ આંતરી લઈને કેટલાક શખ્સો દ્વારા 15થી વધારે તિક્ષણ હથિયારના ઘા મારીને તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મોત નિપજ્યું છે. જોકે અહીં પોલીસ કે લોકો આ શખ્સોને પકડી પાડે તે પહેલા જ તે શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મોટી ખબર, ફરી આ તારીખ સુધી રજીસ્ટ્રેશન બંધ કરાયું

હર્ષ સંઘવીનું હોમ ટાઉન જ ક્રાઈમ કેપિટલ બનવા તરફ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરતમાં જ છેલ્લા ઘણા સમયથી ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ચોરી, લૂંટ, હત્યા તો જાણે રોજનું થતું જાય છે. આજે શુક્રવારે સુરત કોર્ટથી થોડા જ અંતરે 28 વર્ષીય સૂરજ ઈંદ્રજિત યાદવ નામના શખ્સની હત્યા કરી દેવામાં આવી છે. સુરજ યાદવ સચિન જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે કોર્ટ પર આવ્યો હતો. તે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી લીધો હતો.

સુરજ યાદવને આંતરી લીધા પછી તે શખ્સોએ સુરજ પર હુમલો કરી દીધો હતો. જેમાં તેને ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરા છાપરી 15થી વધારે ઘા મારીને સુરજને રહેંસી નાખવામાં આવ્યો હતો. હત્યા કરીને હત્યારાઓ સ્થળ પરથી એવી રીતે ફરાર થઈ ગયા હતા જાણે હવામાં ઓગળી ગયા હોય. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનીક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ડીસીપી અને એસીપી પણ સ્થળ પર દોડી આવ્યા હાત. પોલીસે હત્યારાઓની શોધ શરૂ કરી દીધી છે. જેના માટે નાકાબંધી કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT