સુરતમાં 8 ગૌવંશની હત્યાથી ચકચાર, પોલીસ-ગૌરક્ષકોના દરોડામાં 5 લાખનું ગૌમાંસ મળ્યું, 1 વાછરડું છોડાવાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં વધુ એક વખત પૈસા માટે ગૌવંશની હત્યા કરીને ગૌમાસની હેરાફેરી કરાતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૌરક્ષકો અને સ્થાનિક પોલીસની મદદથી ચોક બજાર વિસ્તારમાં ખાટકીના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નિર્દોષ ગૌ વંશની ઘાતકી હત્યા કરાતી હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૈસા માટે નિર્દોષ ગૌવંશોની હત્યા કરનારા આરોપીઓના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવાની પણ માગણી કરી રહ્યા છે.

ગૌરક્ષકોને મળી હતી કતલખાનાની બાતમી
વિગતો મુજબ, સુરતના ચોક બજાર વિસ્તારમાં ગૌવંશની હત્યા થઈ રહી હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જેથી પોલીસ સાથે ગૌરક્ષકોએ આજે સવારે અલ્તાફ પૂંઠાવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જોકે ઘરમાં 8 ગૌવંશના કતલ કરાયા હોવાનું જાણવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘરમાંથી એક વાછરડાને ગૌરક્ષકો દ્વારા બચાવી લેવામાં આવ્યું હતું.

આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગ
પોલીસ દ્વારા અલ્તાફ પૂંઠાવાલાના ઘરમાંથી અંદાજે રૂ.5 લાખથી વધુનો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે પોલીસને જોતા જ આરોપીઓ ફરાર થઈ જતા તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ નિર્દોષ ગૌવંશની હત્યા કરનારા આરોપીઓ વિરુદ્ઘ લોકોના રોષ ફાટી નીકળ્યો હતો અને તેમના મકાન પર બુલડોઝર ફેરવવાની માગણી ઉઠી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT