દેશનો પહેલો કિસ્સો: સુરતમાં ગૌમાંસ ભરેલા સમોસા મળી આવતા ચકચાર, પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતથી એવા સમાચાર સામે આવ્યા છે જે સમોસા ખાવાના શોખીનોને આંચકો આપી શકે છે. કારણ કે સુરત ગ્રામ્ય પોલીસે સમોસાની અંદર ગૌમાંસ ભરીને લઈ જતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. સમોસામાં ગૌ માસ ભરવાનો આ કિસ્સો કદાચ દેશનો પહેલો કિસ્સો હશે.

સુરત ગ્રામ્ય પોલીસના DySP બી.કે બનારે જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના માંગરોળ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે એક વ્યક્તિ તેની ઓટો-રિક્ષામાં ગૌમાંસ ભરીને માંગરોળ પોલીસ હેઠળની મોસલ ચોકડી પાસેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે માંગરોળ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરે ત્યાંથી પસાર થતી એક ઓટો રિક્ષાને અટકાવી તેમાં રાખવામાં આવેલા સમોસાની તપાસ કરી હતી.

ઓટો રિક્ષામાં રાખેલા, 45 નંગ સમોસાની અંદર માત્ર માંસ મળ્યું હતું. પરંતુ આ માંસ કયા પ્રાણીનું છે? પ્રથમ દૃષ્ટિએ તે જાણી શકાયું નહોતું. જેથી પોલીસે રિક્ષા ડિટેઈન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને સમોસાની અંદરના માંસની તપાસ કરવા એફએસએલ ટીમની મદદ લીધી હતી. 2 દિવસ પછી એફએસએલ રિપોર્ટ આવ્યા, જે બાદ કહેવામાં આવ્યું કે સમોસાની અંદર ભરેલું માંસ ગાયનું હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

આ વાતને સમર્થન આપતાં માંગરોળ પોલીસ સ્ટેશને સમોસાની અંદર ગૌમાંસ ભરીને લઈ જતા ઈસ્માઈલ યુસુફ જીભાઈ સામે પશુ સંરક્ષણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગૌમાંસ ભરેલા સમોસા તેને કોણે આપ્યા હતા અને તે ક્યાંથી લાવ્યો તે વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી વી.કે.બ્રારે જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી ઈસ્માઈલ સામે માંગરોળ પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણની કલમો હેઠળ નોંધાયેલ છે. તે અન્ય ત્રણ ગુનામાં પણ વોન્ટેડ હતો. જેમાં તેની ધરપકડની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT