સુરતઃ રીલ બનાવવા માટે બાઇક પર સ્ટંટ કરવો પડ્યો ભારે, વીડિયો વાયરલ થતાં બેની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ આજકાલ યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે રીલ બનાવે છે. તેઓ રીલ બનાવવા માટે ઘણા ખતરનાક સ્ટંટ પણ કરે છે. ગુજરાતના સુરત શહેરમાં પણ બે લોકોને બાઇક ચલાવતી વખતે રીલ બનાવવી ભારે પડી ગઈ હતી. બ્રિજ પર તેનો રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ આરોપીઓને શોધવાનું શરૂ કર્યું અને શોધખોળ બાદ પોલીસે બે યુવકોની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે જ અમદાવાદમાં ફૂલ સ્પીડમાં આવતી જગુઆર કારે ઈસ્કોન બ્રિજ પર 20 લોકોને ફંગોળી દીધા હતા. જેમાં 9 વ્યક્તિના મોત થયા છે. પોલીસ હાલ એક્શન મોડમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે.

CHINA ના વિદેશ મંત્રી થયા ગુમ, અમેરિકન ન્યૂઝ એંકર પ્રેમિકાને કારણે ચર્ચામાં હતા

રીલમાં ફેમસ થવાના ચક્કરમાં ગયા જેલમાં
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો સુરતના અઠવાલાઇન્સ ઓવરબ્રિજનો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક બાઇક પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ બાઇક પરનું સ્ટિયરિંગ છોડીને પહેલા બાઇક પર બેસે છે અને પછી ચાલતી બાઇક પર તે સ્ટિયરિંગ છોડીને ઊભો રહે છે અને બાઇક આગળ વધવાનું ચાલુ રાખે છે. આ વીડિયો બનાવ્યા બાદ આ વ્યક્તિએ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જે બાદ વીડિયો વાયરલ થયો હતો. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન રીલ બનાવનારા આ લોકોની શોધમાં વ્યસ્ત હતા, જે બાદ સુરત પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસ ફરી એ જ ઓવર બ્રિજ પર પહોંચી હતી જ્યાં આ લોકોએ બાઇક પર સ્ટંટ કરતા વીડિયો બનાવ્યો હતો. પોલીસે પકડેલા એક વ્યક્તિનું નામ ધીરજ વિક્રમસિંહ ચૌહાણ છે જ્યારે બીજાનું નામ કિશોરભાઈ ધાનકા છે. એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો હતો જ્યારે અન્ય વ્યક્તિ તેની સામે બીજી બાઇક પર સવારી કરતો તેનો વીડિયો બનાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે રીલ બનાવવાનું પરિણામ એ આવ્યું છે કે હવે બંને પોલીસની પકડમાં આવી ગયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT